ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

પ્રજા પરેશાન તંત્ર બેધ્યાન

સરકાર તરફથી નવા જિલ્લા કે તાલુકાની રનચા કરવામાં આવે છે ત્યારે તેનો મુખ્ય હેતું વહીવટી સરળતાનું કારણ બતાવામાં આવે છે. પરંતુ મે મહિના પહેલી તારીખથી  કપડવંજના ગ્રામજનો સહિત અગ્રણી નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે .

 ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મે મહિનાની પહેલી તારીખે ગુજરાત રાજ્યના ત્રેપનમાં  સ્થાપના દિન નિમિત્તે રાજ્યમાં સાત નવા જિલ્લાઓ અને બાવીસ નવા તાલુકાઓના અમલીકરણની જાહેરાત કરી હતી.  જેમાં નવા તાલુકામાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ગામો  ફાગવેલ તાલુકામાં  સમાવેશ કરવામાં આવ્યો હતો.  જેથી ત્યારબાદ કપડવંજ તાલુકાના અનેક ગામાનો સરપંચોએ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરીને  વિરોધ નોંધાવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે કપડવંજ શહેર ભૌગોલિક દ્રષ્ટ્રિએ આ ગામોથી ઘણું નજીક છે અને ફાગવેલ તાલુકામાં સમાવેશ થયેલા કપડવંજ તાલુકાના તમામ ગામોનો મોટાભાગનો વ્યવહાર કપડવંજ અને નડિયાદ શહેર સાથે છે, પરંતુ તેમ છતાં સરકાર તરફથી આ બાબતે કોઈ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી આજે ફાગવેલ તાલુકામાં સમાવેશ થવાનો વિરોધ કરી રહેલા કપડવંજ તાલુકા પૈકીના 32 સરપંચોએ  આજે પહેલી ઓગષ્ટના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ  નડિયાદ કલેક્ટર કચેરી ખાતે  લેખિતમાં રજૂઆત કરી હતી.

ઓગષ્ટ મહિનાની 10મી તારીખથી નવા જીલ્લા અને તાલુકા કાર્યરત થઈ રહ્યાં છે. આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લાનું વિભાજન કરીને નવો મહિ‌સાગર જિલ્લો તથા ફાગવેલ તાલુકો બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે  ફાગવેલ તાલુકામાં  કપડવંજ તાલુકાના ગામો પૈકી ૩૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  જેથી આ ગામો પૈકી થવાદ, વિરણીયા, ઘઉંઆ, દંતાલી, કાવટ, દનાદરા, ભૂતિયા, લેટર, કાશીપુરા, ઓટા, વઘાસ, દાંડિયા, અંતિસર, નારના મુવાડા, ઘરોડ, સોરણા, દાણા, દહીંઅપ, સાવલી સહિ‌તના ૨૮ ગામોના સરપંચોએ નવા બનનારા ફાગવેલ તાલુકા તથા મહિ‌સાગર જિલ્લામાં નહીં જોડાવવા અંગે સખત વિરોધ નોંધાવયો હતો. જેમાં તેમણ લૈખિતમાં જણાવ્યું હતું કે  કપડવંજ તાલુકાના ૨૮ ગામોનો સીધો વ્યવહાર કપડવંજ અને ખેડા જિલ્લા સાથે જ સંકડાયેલો છે. નવા તાલુકા જિલ્લામાં સમાવવામાં આવશે તો, આ ગામોના પ્રજાજનોને સગવડતાના બદલે મોટી અગવડતાની સમસ્યા સર્જા‍ય તેમ છે.

પરંતુ તેમ છતાં હજુ તેમની રજૂઆત બાબતે કોઈ પગલાં સરકાર તરફથી ભરવામાં આવ્યા નથી. જેથી તેમણે આજે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે આપેલી લેખિત રજૂઆતમાં ચિમકી ઉચ્ચારી છે કે જો અધિકારીઓ આ બાબતે  લોકલાગણીને ધ્યાને રાખીને યોગ્ય પગલાં નહી ભરે તો કોર્ટના સહારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

જે ગામો નવા ફાગવેલ તાલુકામાં સમાવેશ થવાનો વિરોધ કરી રહ્યાં છે તે ગામો ફાગવેલથી ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટરના અંતરે છે જ્યારે કપડવંજ ત્રણથી પંદર કિલોમીટરના અંતરે છે.

All right reserved by : ચરોતરનો અવાજ |