ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

કપિરાજથી ત્રસ્ત ચરોતર

ચરોતરમાં દિવસને દિવસે કપિરાજનો આતંક વઘી રહ્યો છે. જેથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. છેલ્લા બે વર્ષમાં કપિરાજનો આતંક વધી જવા પામ્યો છે.ખેડા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાનરોની સંખ્યા વધી જવા પામી છે.


ઉલ્લેખનીય છેકે ચરોતર પંથકના  ડાકોરમાં પાંચ યુવતીઓને એક વાનર કરડ્યો હતો. આ ઉપરાંત રોડ ઉપર વાનરો ગમે-ત્યારે આવી જાય છે.વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અથવા તો વાનર પોતાના જીવ ગુમાવે છે.નડિયાદ તાલુકામાં આવેલા ગામોમાં વહેલી સવારથી નગરમાં  વાનરો આવી પહોંચે અને રસોડા સુધી જઇને ખાદ્યસામગ્રી ઉઠાવી લેતા મહિલાઓમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે.  
         
કપિરાજના ટોળા નગરમાં ઉતરી આવતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પતરાંના મકાનો પરનો કુદાકુદથી તૂટી રહ્યાં છે. તેમજ ઘરમાં રસોડા સુધી પહોંચી જતાં હોવાથી મહિલાઓમાં ભયની લાગણી પેદા થઈ છે. આ કપિરાજો કુદાકુદ કરી મૂકતા લોકો ભયભીત બની રહ્યાં છે. વાંદરોના ટોળામાં ઘણાં વયસ્ક હોવાથી ઘુરિયા કરી રહ્યાં છે, જેને જોઇને બાળકો પણ ડરી રહ્યાં છે. ઘણીવાર ઘરમાં રસોડા સુધી પહોંચી બિન્દાસ્ત ખાદ્ય સામગ્રી ઉપાડી જતા હોય છે.
  
ઘણીવાર શાળા કોલેજના બાળકોની પાછળ દોડવાની ઘટના પણ બનતી રહે છે. ઘરનાં આંગણા પર મુકેલા વાહનો પર કૂદી પડતાં મોટા વાંદરોથી વાહનોને મોટું નુકસાન પણ થતું હોય છે. નગરમાં ઉતરી આવતાં વાંદરોના ટોળાનો સામાન્ય સામનો કરવા જતા જાણે વાંદરો આક્રમક બની વધારો તોફાને ચઢતા હોય છે. ત્યારે હાલમાં નગરજનો જાણે મજબૂર બની ગયા હોય તેમ ઘરના બારણા બંધ કરી લાચાર બની વાંદરાઓનું તોફાન જોવું પડતું હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા કોઈ ચોક્કસ પગલાં ભરાય એવી લોકમાંગ ઉઠી છે. વહેલી સવારથી જ મકાનની અગાસી ઉપરાંત ઠેરઠેર કુદાકૂદ કરતાં વાંદરાના ટોળાથી સવારથી જ ભયનો માહોલ સર્જાય છે. 

જોકે ગ્રામીણ વિસ્તારમાં કપિરાજને દૂર ભગાડવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી રહ્યાં છે. જેમકે ફટાકટા ફોડવામાં આવે છે. જેથી તેના અવાજથી તેઓ ખેતરો તરફ ભાગી જાય છે. પરંતુ થોડા કલાકોની અંદર તેઓ ફરી પાછા રહેવાસી વિસ્તારોમાં પહોચી જાય છે. અમુક વખતે  વહેલી સવારે પાંચ વાગ્યે આવી જાય છે અને છાપરાઓ ઉપર કૂદવાનું શરૂ કરી દે છે. જેથી લોકોને રાતના સમયે પુરતો આરામ પણ મળતો નથી. અને  નાના છોકરાઓ  ભયભીત થઈ જાય છે. અને રડવાનું શરૂ કરી દે છે. આ ઉપરાંત વાનરો લાઈટના થાંભલા ઉપર કુદાકૂદ કરતા હોય છે. જેથી અચાનક વીજથાંભલાના વાયર તૂટી જાય છે. જેથી લાઈટો બંધ થઈ જાય છે . જોકે નડિયાદ તાલુકામાં એક જ ગામમાં વાનરોનો ત્રાસ હોય તેમ નથી. અનેક વિસ્તારોમાં કપિરાજનો આતંક  છે. જ્યાં લોકો પરેશાન થઈ ગયા છે.
રાકેશ પંચાલ
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |