આજે બારમી ઓગષ્ટ, 2013ના રોજ ભારત દેશ અન્ય
અમેરિકા, બ્રિટેન, રૂસ અને ફાંસ જેવા દેશોની હરોળમાં આવી જશે કે જેમની પાસે
વિમાનવાહક જહાજ બનાવાની ક્ષમતા છે.
ભારતીય નૌસેનાને વધારે મજબૂત કરવાના અર્થે
આઈએનએસ વિક્રાંતની ભૂમિકા અત્તિમહત્વની બની રહેશે.આ પ્રકારના વિમાનવાહક જહાજની મદદથી જ
અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાન જેવા દેશો સુધી આંતકવાદ વિરોધી જંગ લાંબા સમય સુધી
લડવામાં સફળતા મેળવી છે. આઈએનએસ વિક્રાંત
ભારતનું સ્વદેશી વિમાનવાહક જહાજ છે. જેનું નિર્માણ કોચી શીપયાર્ડમાં થયું છે. જેને
સ્વતંત્રતા દિવસથી બે દિવસ અગાઉ 12મી ઓગષ્ટે લોંચ કરવામાં આવ્યું છે. જે વર્ષ 2018
સુધીમાં નૌકાદળને સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે વિમાનવાહકની ક્ષમતા
ધરાવતું વિશાળકાય જહાજ બનાવવું કોઈ દેશ માટે સરળ નથી. તેવી પરિસ્થિતિમાં ભારત માટે
પણ અનેક સંકટો પેદા થયા જેમાં સૌથી પહેલા વેપન ગ્રેડ સ્ટીલ બનાવટમાં થઈ હતી.આ પ્રકારનું
સ્ટીલ બનાવવાની તકનીક કોઈ પણ દેશ ભારતને આપવા તૈયાર ન હતો. જેથી ભારતના વૈજ્ઞાનકોએ
પોતાની જાતે જ વેપન ગ્રેડ સ્ટીલ બનાવવા માટે ફોર્મ્યુલા શોધી કાઢ્યો અને સફળતા
મેળવી હતી. આ જરૂરી વેપન ગ્રેડ સ્ટીલનું નિર્માણ સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા વર્તમાન
સમયમાં કરી રહ્યું છે. જેથી હવે ભારતની આત્મનિર્ભરતામાં વધારો થવા પામ્યો છે.
વિક્રાંત સાથે સંકળાયેલી હકીક્તો
‘વિક્રાંત’નું સ્થાન લેવા માટે એ જ નામવાળા 40 હજાર ટનના અને 260 મીટર લાંબા જે વિમાનવાહક જહાજના બાંધકામ માટે
જાન્યુઆરી, 2003માં ગ્રીન સિગ્નલ અપાયું હતું નૌકાદળને
આવશ્યકતા તો 65 હજાર ટનના વિમાનવાહક જહાજની છે, પણ મુંબઇના મઝગાંવ જહાજવાડામાં તથા કોચિનના જહાજવાડામાં તેનું
બાંધકામ હાથ ધરવા માટે જગ્યાની એટલી મોકળાશ ન હતી. જે કારણોસર મઝગાંવના વહીવટીતંત્રએ નૌકાદળનો પ્રસ્તાવ
સ્વીકારી ગુજરાતના ખાનગી માલિકીના બંદર પીપાવાવ જોડે સહયોગ કર્યો હતો. આ બંદર 500
એકરમાં પથરાયેલું છે અને બાંધકામ માટેની ગોદી પૂરા 680 મીટર લાંબી તેમજ 62 મીટર
પહોળી છે. વિમાનવાહક જહાજનો રૂપિયા 2975 કરોડનો ઓર્ડર મળ્યો, એટલે ગોદીના મેનેજમેન્ટે તેને ઓર વિકસાવવા કરોડો ડોલર હોમી દીધા હતા
અને અંતે તો ખર્ચ વ્યર્થ ગયો હતો કારણ કે સપ્ટેમ્બર, 2011માં સંરક્ષણ મંત્રાલયે પીપાવાવ-મઝગાંવના પ્રોજેક્ટને અટકાવી દીધો
હતો.
તે વખત મુખ્ય ચર્ચામાં રહેલો પ્રશ્ન હતો કે 65000 ટનનું વિરાટ કદ ધરાવતું વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ બાંધવા માટેની ઢાંચાગત વ્યવસ્થા
એકમાત્ર પીપાવાવ ખાતે હોય તો બાંધકામ તાત્કાલિક શરૂ ન કરી દેવું જોઇએ ? તેમ છતાં તે પ્રમાણ ન થયું કારણ કે મનાઈ રહ્યું હતું કે પીપાવાવ ગુજરાતમાં છે. દેશનું તે પહેલું ખાનગી ક્ષેત્રનું બંદર છે,
જેનો હજી પણ ભારતભરમાં જોટો નથી. વિમાનવાહક
જહાજનું પીપાવાવ ખાતે સર્જન થાય અને ગુજરાતના વિકાસમાં તે નવું છોગું ગણાય એ કદાચ
દિલ્લી સરકારને કઠે તેમ ન હતું.
News Published By

Editor.Charotar@Gmail.com