ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

વિધાર્થીઓની મોબાઈલ પવનચક્કી સિસ્ટમ

પેટ્રોલના ભાવમાં કૂદકેને ભુસકે વધારો નોંધાય રહ્યો છે. જેની સીધી અસર મધ્યમવર્ગને થાય છે. આ બિન નવીનીકરણ બળતણ પેટ્રોલનો ઉપયોગ પરિવહનમાં મોટાપાયે થાય છે.પરંતુ આ સિવાય અન્ય  કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને પણ ઊર્જા મેળવી શકાય છે.

આ પ્રકારે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે તો અન્ય કુદરતી સ્ત્રોતની ઉર્જા બચાવી શકાય છે. આ પ્રકારનો  એક વિચાર ચરોતરની એન્જીન્યરીંગ કોલેજના વિધાર્થીઓ દ્રારા નવી સિસ્ટમ વિકસિત કરીને રજૂ કરવામાં આવ્યો છે. વિધાર્થીઓ દ્રારા રજૂ થયલો સામાન્ય પણ અસરકારક વિચારને ધ્યાને રાખીને  તેમની બનાવેલ મોબાઈલ પવનચક્કી સિસ્ટમનો ઉપયોગ થાય તો  કુદરતી સ્ત્રોતમાંથી વિધુતઊર્જાનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેમ છે.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં ચાંગા ખાતે આવેલી ચારૂસેટ યુનિવર્સિટીની એન્જીન્યરીંગ કોલેજમાં  ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જીન્યરીંગ શાખામાં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ દ્રારા સામાન્ય પરંતુ ઊર્જા ઉત્પાદનમાં વધારે કરી શકે તેવો વિચાર મોબાઈલ પવનચક્કી સિસ્ટમ દ્રારા રજૂ કરવામાં આવ્યો છે. તેનો વિડીયો ડેમો સ્વરૂપે યુ-ટયુબ ઉપર મુકવામાં આવ્યો છે.  આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ વિધાર્થી  વિશાલ ફેરવાણી, આદિત્ય દ્રિવેદી, અભી મહેતા અને અભિષેક પુરોહિતે આ પહેલા પોતાનો વિચાર ગત સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલ સંયોજિત કન્સેપ્ટ ફેસ્ટમાં પ્રદર્શિત કર્યો હતો. તેમને 50-60 કિ.મી/કલાકની ઝડપે ચાલતી કારના બોનેટ પર તેમની સિસ્ટમમાં 300 આરપીએમ 12 વોલ્ટ ડીસી જનરેટરમાંથી 6ન મહત્તમ આઉટપુટ વોલ્ટેજ મેળવી સફળ રહ્યાં હતાં.

જોકે આ વિચાર બાબતે ઈ.સી વિભાગના પ્રાધ્યાપક તૃષીત ઉપાધ્યાયના મતે ગુણવતાવાળા ડીસી જનરેટર અને આવી ઘણી પવનચક્કી બનાવેલ સિસ્ટમથી વધારે ઊર્જા મેળવી શકાય છે. અને તે ઊર્જાનો ઉપયોગ વાહનની અંદર કરી શકાય છે. અને ભવિષ્યમાં આ પ્રકારનું વાહન બનાવી શકાય છે. કે જે પોતાની ઊર્જા પોતે જ મેળવી શકે.

વિધાર્થીઓ દ્રારા રજૂ થયેલો વીડિયો ડેમો તમે નીચે જણાવેલ લિંક પર જોઈ શકો છો.

News Published By


Editor.Charotar@Gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |