ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચરોતરવાસીઓ જરા સંભાળજો !!

ગુજરાતમાં વડોદરા, સુરત, રાજકોટ, અમરેલી જેવા શહેરોમાં ડેન્ગયુના કેસો વધી રહ્યાં છે. આ હાડકાંતોડ તાવથી ચરોતરવાસીઓ બચે તે માટે પોતાની જાતે જ સાવચેતીના પગલે તે જરૂરી છે



પ્રતિવર્ષ વિશ્વમાં લાખો લોકો ડેન્ગયુના રોગના શિકાર બને છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે. હાડકામાં પીડા થવી એ આ રોગનું સામાન્ય લક્ષણ છે. ડેન્ગયુને ખતરનાક રોગ માનવાની સાથે સાથે હાડકાતોડ તાવ પણ કહેવામાં આવે છે. આ રાગેની ઓળખ બેંજામિન રશે ઈ.સ. 1789માં કરી હતી અને છેક વીસમી સદીમાં એ જાણી શકાયું કે આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે.

ડેન્ગયૂનો તાવ ડેન વાયરસને કારણે આવે છે. શરીરમાં એક વાર વાયરસ પ્રવેશે પછી ડેન્ગયૂનાં લક્ષણ સામાન્ય રીતે પાંચથી છ દિવસમાં જોવા મળે છે. ડેન્ગયુ તાવનો વાયરસ એડીસ નામના મચ્છરના કરડવાથી સ્વસ્થ વ્યકિતના શરીરમાં ફેલાય છે. આ મચ્છર સામાન્ય રીતે ચોખ્ખા પાણીમાં થાય છે અને દિવસના સમયે કરડે છે.
આ મચ્છરને ઓળખી લો...
ગુજરાતમાં હાડકાંતોડ તાવનો પ્રવેશ શહેરોમાં થઈ ગયો હોય તેના એંધાણ મળી રહ્યાં છે. માહિતી પ્રમાણે મળેલા આંકડાઓ પર નજર કરીએ તો, વડોદરો શહેરમાં 29, સુરત શહેરમાં 6, રાજકોટમાં 50 અને અમરેલી શહેરમાં 15  ડેન્ગયુના કેસ નોંધાયા છે.

ડેન્ગયૂ તાવના ત્રણ પ્રકાર
સામાન્ય રીતે ડેન્ગયૂનાં લક્ષણો ડેન્ગયૂનો તાવ કયા પ્રકારનો છે તેના પર નિર્ભર છે. ડેન્ગયૂના તાવ ત્રણ પ્રકારના હોય છે.
1.       કલાસિકલ ( સામાન્ય ) ડેન્ગયૂનો તાવ
2.       ડેન્ગયૂ હેમરેજિક તાવ ( ડીએચએફ)
3.       ડેન્ગયૂ શોક સિન્ડ્રોમ ( ડીએસએસ)
કલાસિકલ ડેન્ગયૂ જાતે જ ઠીક થનારી બીમારી છે તથા તેનાથી મૃત્યુ થતું નથી પરંતુ જો ડીએચએફ તથા ડીએસએસનો ઉપચાર તરત ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી કયા પ્રકારનો તાવ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.

રોગની ઓળખ
·      ડેન્ગયૂની સમયસર સારવાર કરવામાં આવે તો તેને વધતાં રોકી શકાય છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે તેની ઓળખ કેવી રીતે કરવી ? કેવી રીતે ખબર પડે કે ચેપગ્રસ્ત વ્યકિત ડેન્ગયૂના વાયરસથી ગ્રસિત છે? ડેન્ગયૂની ઓળખ કરવા માટે વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે.

·     સામાન્ય રીતે કેટલાંક લક્ષણોને આધારે ડેન્ગયૂ છે કે નહીં તેનો અંદાજ લગાવી શકાય છે. જોકે આ અંદાજ ખોટો પણ પડી શકે છે. તેથી ડેન્ગયૂનાં લક્ષણો જોવા મળે તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. સામાન્ય રીતે વિવિધ લક્ષણોને આધારે ડોકટર ડેન્ગયૂ રોગની ઓળખ કરે છે.

·         ડોકટર દર્દીના લોહીનું પરીક્ષણ કરીને ડેન્ગયૂ છે કે નહીં તે જાણે છે. 

·         હેમેગુલીટિનીશન ઈનહેબિટિશન ટેસ્ટ અને અલાઈઝા સેરોલોજિકલ ટેસ્ટ શક્ય
     તેનાં અલાઈઝા ટેસ્ટ ઓછો ખર્ચાળ અને ઝડપી પરિણામ જણાવનાર છે.
·         ડેન્ગયૂની ઓળખ કરવા માટે રેપિડ ડાયગ્નોસ્ટિક કિટનો ઉપયોગ કરવામાં આવે છે.
·         પીસીઆર ( પોલીમરેજ ચેન રિએકશન) ટેસ્ટ દ્વારા ડેન્ગયૂની તપાસ થાય છે.

સારવાર
·         જો દરદીને સામાન્ય ડેન્ગયુનો તાવ હોય તો તેની પ્રાથમિક સારવાર ઘરે કરી શકાય છે.
·         કોઈ પણ સારી સામાન્ય પાવરની તાવ ઊતરવાની દવા, પેરાસિટામોલ અને શરબત લઈ શકાય.
·         માથાનો દુખાવો ઓછો કરવાની દવા કયારેય લેવી નહીં.
·       સંપૂર્ણ આરામ કરવો અને શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખવા માટે પાણી પીતાં રહેવું. વિવધ ફળોના જયૂસ પણ લઈ શકાય.
·         નારંગીના જયૂસના સેવનથી પાચનતંત્ર સારું રહે છે અને રોગ પ્રતિકારકશકિત પણ વધે છે.
·        જો તાવ ૧૦૨ ડિગ્રીથી વધારે હોય તો તાવને ઓછો કરવા માટે હાઈડ્રોથેરાપી ( ઠંડા પાણીનાં પોતાં મૂકવાં) જરૂરી છે.
·    દરદીને સામાન્ય દિવસોમાં આપવામાં આવતું ભોજન આપવું જોઈએ, કારણ કે તાવમાં શરીરને વધારે ને વધારે ભોજનની જરૂરિયાત હોય છે.

જો તાવ ન ઊતરે તો તરત જ ડોકટરનો સંપર્ક કરો. જે પરિક્ષણ કરીને યોગ્ય સારવાર અને દવાઓ આપશે.ડેન્ગયૂથી બચવાનો એકમાત્ર સરળ ઉપાય છે જેનાથી ડેન્ગયૂ વાયરસ ફેલાય છે તેવા મચ્છરોથી બચવું જરૂરી છે.
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |