ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

અગિયારમી સપ્ટેમ્બર બની શકે ઐતિહાસિક

અગિયારમી સપ્ટેમ્બરે નિર્ભયા ગેંગ રેપ મામલે દોષિત ચાર આરોપીને સાકેત કોર્ડ સજા આપે તો આ દિન બળાત્કારીઓ સામે રણટંકાર સાબિત થશે. પરંતુ ફેંસલો દસમી તારીખે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. અને હવે 13મી સપ્ટેમ્બરે દોષીઓને  સજા ફટકારવામાં આવશે. જોકે  દસમી સપ્ટેમ્બરે  મહાત્મા ગાંધીજીએ આ દિને સત્યાગ્રહનો રણટંકાર કર્યો હતો .જ્યાંથી બાપુની ગાંધીથી મહાત્મા સુધીની યાત્રા શરૂ થઈ હતી. 


 તા.11મી સપ્ટેમ્બર, 1906ના રોજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો રણટંકાર કર્યો હતો.  દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરૂધ્ધના આ સત્યાગ્રહને ગુજરાતભરમાંથી વ્યાપક ટેકો મળ્યો હતો. વર્તમાન સમયમાં દેશમાં બળાત્કારની ઘટનાઓ વ્યાપક પ્રમાણમાં બની રહી છે. નાના મોટો શહેરોમાં બનતી આ ઘટનાઓ દેશની માનસિક્તાનું થઈ રહેલુ પતનની ચાડી ખાય છે. જેથી દિવસને દિવસે બળાત્કારીઓ સામે કડક કાર્યવાહી થાય અને તેમને સખ્ત સજા થાય તેવી ઈચ્છા દેશવાસીઓ સેવી રહ્યાં છે. જે પગલે અવાજ વધારે મજબૂત બની રહ્યો છે. 

આજે અગિયારમી સપ્ટેમ્બરે નિર્ભયા ગેંગ રેપ મામલે ચાર દોષીઓને સાકેત કોર્ટ સજા આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અને લોકો ઈચ્છી રહ્યાં છે કે બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી પરિસ્થિતિમાં જો બળાત્કારીઓને કોર્ટ સખ્તમાં સખ્ત સજા કરે તો આજની આ તારીખ બળાત્કારીઓના વિરોધમાં ઉઠેલા સુરોને વધારે મજબૂત કરનારી બની રહેશે.

અપડેટ

અગિયારમી સપ્ટેમ્બરે ચર્ચાઓ પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો શુક્રવારે 13મી સપ્ટેમ્બરે આપશે. જે દિવસે સજાનો અંતિમ નિર્ણય આપવામાં આવશે. સાકેત કોર્ટ સમક્ષ બન્ને પક્ષોની ચર્ચા થવા પામી છે. શુક્રવારે અઢી વાગ્યે સજા જાહેર થશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 

દસમી સપ્ટેમ્બરે નિર્ભયા ગેંગ રેપ મામલે વહેતા સમાચાર વાંચો.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |