અમદાવાદ લૂંટારૂ ટોળકી સક્રિય બની હોય તેવા એંધાણ મળી રહ્યાં છે. દસમી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં ત્રણ લૂંટના બનાવ બન્યાં હતા. અને આજે ફરી બાઈક સવાર લૂંટારૂઓ દ્રારા ધોળે દિવસે ચાર લાખની લૂંટ થવા પામી છે.
બાઈક સવારોની ટોળકી સક્રિય બની ગઈ છે. જેનો પુરાવો આજે આનંદનગર વિસ્તારમાં મળી આવ્યો છે. આનંદનગરથી જોધપુર ગામ જવા રસ્તે આવેલી શ્રદ્ધા સ્કુલ પાસે બે બાઈક સવારો દ્રારા લૂંટ ચલાવામાં આવી છે. જેમાં ચાર લાખની લૂંટ કરીને બાઈક સવારો ફરાર થઈ ગયા છે. આ લૂંટની પેર્ટન ગત રોજ થયેલી લૂંટ જેવી જ છે.
ઉલ્લખીનય છેકે અમદાવાદમાં પેટ્રોલ પંપના કર્મચારીઓને ધોળે દિવસે લૂંટીને બે બાઈક સવારો ફરાર થઈ ગયા તેને જોતા લાગી રહ્યું છેકે અમદાવાદમાં લૂંટારૂઓની ટોળકીનો પગપસારો થઈ જવા પામ્યો છે. આ બાબતે તંત્ર કડક બને તે જરૂરી છે. જેથી પોલીસ તંત્રએ શહેરમાં તમામ સ્થળોએ નાકાંબંધીકરી દીધી હતી. અને શહેરને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું.
દસમી સપ્ટેમ્બરે ધોળે દિવસે થયેલી લૂંટ વિશે વાંચો..
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com