મંગળવારે મધ્ય ગુજરાતના બે મુખ્ય
શહેરોમાં શિક્ષણ જગતમાંથી ઉઠેલી ફરિયાદો
ચર્ચામાં રહી છે. એક અમદાવાદની ઉર્દૂ શાળામાં અધ્યાપિકાએ અડલપાની ફરિયાદ નોંધાવી
તો બીજી તરફ વડોદરામાં પ્રોફેસર દ્રારા
વિધાર્થિનીઓ સાથે થઈ રહેલી છેડતીઓથી કંટાળીને આંદોલન કરવા પ્રેરાયા છે.
આજે મંગળવારે અમદાવાદના સરસપુર
વિસ્તારમાં આવેલી ઉર્દૂ શાળામાંથી ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં બીજી એક અધ્યાપિકાએ
ઉર્દૂ શાળાના આચાર્ય પર અડલપા કરવાની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આચાર્યની
ધરપકડ કરવાની ફરજ પડી હતી. જેમાં આચાર્યએ જણાવ્યું હતું કે ફરિયાદ કરનારી
અધ્યાપિકા શાળાએ નિયત સમયથી મોડા આવ્યાં હતા જેથી તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. જોકે
આ અધ્યાપિકા ઉર્દૂ શાળાના બીજી પાળીના આચાર્ય છે. જોકે પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ વડોદરા શહેરમાં એમ.એસ.યુનિવર્સિટીની
ફાઈન આર્ટસ કોલેજના સ્કલ્પચર વિભાગના અધ્યાપકની સામે વિધાર્થીઓ દ્રારા ફરિયાદ ઉઠવા
પામી છે. જેમાં 27 ઓગષ્ટે પણ વિધાર્થીઓ
જણાવ્યું હતું કે સ્કલપ્ચર વિભાગના અધ્યાપક નિયમિત ક્લાસ લેતા નથી આ ઉપરાંત વિધાર્થિનીઓ
સાતે છેડછાડ અને શારિરીક અડલપા કરી રહ્યાં છે. જેથી આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં
આવે જેની રજૂઆત તેમણે વાઈસ ચાન્સેલર સમક્ષ રજૂઆતો પણ કરી હતી. પરંતુ તેમ છતાં કોઈ
ઉકેલ ન આવતાં આ વડોદરા ખાતેની એમ.એસ યુનિવર્સિટીમાં ફાઈન આટર્સ કોલેજના વિધાર્થીઓએ
આજે કોલેજમાં આંદોલન પર ઉતરી આવ્યાં છે. અને આ અધ્યાપક સામે કડક કાર્યવાહી થાય અને
તેમને નોકરી પરથી બરતરફ કરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે આ અધ્યાપક સામે અમુક વર્ષો પહેલા પણ
ફરિયાદ ઉઠી હતી તેમ છતાં આ બાબત કોઈ પગલાં ભરાયા નથી તે અનેક સવાલો પેદા કરે છે.
ઉલ્લેખનીય છેકે છેલ્લા અનેક દિવસોથી
એમ.એસ યુનિવર્સિટી ચર્ચામાં આવી ગઈ હતી જેમાં એમ. એસ. યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટી
કેન્ટીનમાં કોમર્સની વિદ્યાર્થિની છેડતી કરનાર ઝુબેર પઠાણ સામે વિધાર્થીઓ દ્રારા
લાલ આંખ કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ થયો હતો .જેથી બીજી સપ્ટેમ્બરના રોજ સત્તાધીશો દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા
હતાં .