ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

કર્યું પરિક્ષણ સમજ્યાં યુદ્ધને થયો કડાકો

આજે બપોરે સમાચાર વહેતા થયા હતાં કે અમેરિકાએ સિરિયા પર બે મિસાઈલો છોડી છે અને તેમાં રૂસ મંત્રાલયે દાવો કર્યો હતો કે ભૂમધ્યસાગરથી છોડાયેલા આ બે મિસાઈલો તેમના રડારમાં જોવા મળી છે. બુધવારથી સિરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થાય તે બાબતે અનેક શંકાઓ સેવાઈ રહ્યાં છે તેવી પરિસ્થિતિમાં આ પ્રકારની ખબરે લોકોને ચિંતામાં મુકી દીધા હતાં કારણ કે સિરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે ભારતને આર્થિક સંકટનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે.

 રાહતના સમાચાર ત્યારે આવ્યાં જ્યારે ઈઝરાયલ દ્રારા દાવો કરવામાં આવ્યો કે આ માત્ર મિસાઈલ પરીક્ષણ હતું આ બન્ને મિસાઈલ ભૂમધ્યસાગર ખાતે પડી હતી. જે યુએસ સાથે મળીને પરિક્ષણ કરવામાં આવ્યું હતું .

આ સમા્ચાર વહેતા થવાની સાથે જ ભારતીય બજારમાં કડાકો દેખાયો હતો. ઉલ્લેખનીય છેકે ભારતનું આર્થિક સંકટના સપાટામાં આવી ગયું છે. અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાએ દેશની આર્થિક ગતિવિધીઓને ડામાડોળ બનાવી દીધી છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશો અને સોનાની મોટા પાયે આયાતથી દેશની તિજોરી પર ભારે બોજ પડી રહ્યો છે. બીજી તરફ પેટ્રોલિયમ પદાર્થોની વધતી કિંમતથી દેશમાં મોંધવારી વધી રહી છે. આ વધારો સીરિયા સંકટને પગલે ઉભો થયો છે. ભારત જે આર્થિક કટોકટી અને પેટ્રોલિયમ પદાર્થોની મોંધવારીનો માર સહન કરી રહ્યું છે તેવી જ સમસ્યા વિશ્વના અન્ય રાષ્ટ્રોએ પણ ભોગવવી પડી શકે છે. સીરિયા સંકટ ફરી એકવાર વૈશ્વિક આર્થિક સંકટની ઘટડી વગાડી રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિનો આધાર સીરિયા મુદ્દે અમેરિકાના વલણ પર આધાર રાખે છે. તેવી પરિસ્થિતિમાં આ સમાચારે માર્કેટમાં ભારે હલચલ મચાવી દીધી હતી.

All right reserved by : ચરોતરનો અવાજ |