ઓચિંતા વરસાદે ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતને ભારે અસર પહોંચાડી છે. સુરત શહેરમાં પૂરનું સંકટ તોળાય રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં વાપી જેવા શહેરમાં જ્યાં અનેક લોકો કામકાજ અર્થે રોજિંદી અવર જવર કરે છે તે લોકો ટ્રેન મોડી હોવાથી ફસાઈ ગયા હતા. તેમની મદદ કરવાની જગ્યાએ રેલ્વે તંત્રનો પૂછપરછ વિભાગ પોતાની જવાબદારી ભુલીને છટકબારી ખોલીને બેસી ગયું હતું.
ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સુરત શહેરમા પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે તંત્રે સુરતના નીચાણ વિસ્તારોમાં તંત્રએ એલર્ટ પણ જાહરે કરી દીધું છે. આ ઉપરાંત રેલ્વેની અવર જવરને પણ ભારે અસર પહોંચી છે. વાપી શહેરમાં સવારથી રેલ્વે સ્ટેશનોમાં મુસાફરો અટવાઈ પડ્યાં હતા. મોટા ભાગની ટ્રેનો નિયત સમય કરતા ઘણી મોડી હતી. જેની મુસાફરોને વારંવાર પૂછપરછ ઓફિસમાં પૂછતાછ કરવાની ફરજ પડી રહી હતી. પરંતુ વાપી રેલ્વે સ્ટેશનની પૂછપરછ ઓફસિ પોતાની ફરજ ભુલી ગઈ હોય તેવું જણાયું. જેથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રવિવારની સાંજથી ઝરમર શરૂ થયેલા વરસાદે
સોમવાર સવારથી જ પોતાનું સ્વરૂપ બદલી લીધું હતું. ધોધમાર વરસાદને પગલે અનેક ટ્રેનો
અટવાઈ પડી હતી. જેથી વાપી શહેર ખાતે અનેક લોકો કામકાજ અર્થે નોકરીયાત વર્ગ આવતો
હોય છે. પરંતુ નોકરીયાત વર્ગ સહિત અન્ય મુસાફરો નિયત સમયે ટ્રેન ન આવતાં અટવાઈ ગયા
હતાં.
રેલ્વે સ્ટેશન નિયત સમયે ટ્રેન ન આવતાં
લોકો પૂછપરછ વિભાગમાં આ બાબતે જાણકારી માટે જવાની ફરજ પડી હતી પરંતુ જવાબ આપનારા
અધિકારીઓ જાણે પોતાની ફરજ ભુલીને સરકારી વલણ અપનાવ્યું હતું. પોતાની ફરજ ભુલીને રેલ્વે પ્લેટફોર્મ પર પોતાના
મિત્રવર્તુળ સાથે ગપ્પા મારવામાં વ્યસ્ત દેખાતા હતાં.
લોકોના મતે આજે ટ્રેન નિયત સમયે આવી રહી
નથી. જેથી અનેક મુસાફરો અટવાઈ ગયા છે. અને પૂછપરછ બારીમાં લોકોની ભીડ વધી જવા પામી
છે. જેથી કંટાળીને અધિકારી બારી છોડીને જતા રહ્યાં છે. લોકો કલાકો સુધી પોતાના
પ્રશ્નો લઈને ઉભા રહેવાની ફરજ પડી હતી. તેમ છતાં પૂછપરછ વિભાગ દિવસ દરમ્યાન પોતાની
જવાબદારી ભુલીને બેસી ગયો હતો. જેથી રામ ભરોસો ચાલી રહેલા વાપી રેલ્વે સ્ટેશન
તંત્ર સામે મુસાફરોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.
રોજિંદી અવર જવર કરી રહેલા મુસાફરોના મતે
આ એક દિવસની વાત નથી. પૂછપરછ વિભાગમાં રામ ભરોસે ચાલે છે. અહીં ક્યારેય પણ કોઈ
અધિકારી હાજર રહેતો નથી. અને આ બાબતે વાપી રેલ્વે તંત્રના ઉચ્ચ અધિકારીઓ યોગ્ય
પગલાં ભરે તે જરૂરી છે.
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com