રવિવારની સાંજથી
શરૂ થયેલા ઝરમર વરસાદે હવે વિકરાળ પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે. જેના
દ્રશ્યો દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકથી હજારો વાહનો
સરદાર બ્રિજ પર અટવાયેલા છે.
નેશનલ હાઈવ નંબર
આઠ ઉપર સુરત અને અંકલેશ્વર તરફથી ભરૂચ આવતા વાહનો નર્મદાને ઓળંગવા માટે ગોલ્ડન
બ્રીજ અથવા તો સરદાર બ્રીજનો ઉપયોગ કરે છે. જેથી બન્ને તરફ ટ્રાફિક વહેચાઈ જાય છે.
પરંતુ ધોધમાર વરસાદને પરિણામે મોટા ભાગના વાહનો સોમવારની સવારથી જ સરદાર બ્રિજથી
ભરૂચ તરફ આવી રહ્યાં હતા. જેની અસરથી ત્યાં ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે. જેની
અસરથી છેલ્લા ચોવીસ કલાકથી લોકો અટવાઈ ગયા છે. આ ટ્રાફિક જામ વીસ કિલોમીટર સુધી
પથરાઈ ગયો છે.
ઉલ્લેખનીય છેકે
ભુતકાળમાં એક અફવાને કારણે આ પ્રકારની પરિસ્થિતનું નિર્માણ થયું હતું. જેમાં ગોલ્ડન
બ્રીજ બંધ રાખવામાં આવ્યો હોવાની જોરદાર અફવા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફેલાઈ હતી.
નર્મદા નદીની સપાટી વધી છે અને તેને કારણે ગોલ્ડન બ્રીજને બંધ રાખવામાં આવ્યો છે,
તેવી ચોંકાવનારી અફવા દક્ષિણ ગુજરાતમાં
વાયુવેગે પ્રસરતા સવારથી જ સુરત-અંકલેશ્વરથી ભરૃચ તરફનો બધો ટ્રાફિક ગોલ્ડન બ્રીજ
વાળા રસ્તાને બદલે સરદાર બ્રીજ વાળા નેશનલ હાઈવે ઉપર ડાઈવર્ટ થઈ ગયો હતો. જેને
પરિણામે સરદારબ્રીજ પર ટ્રાફિક જામ વીસ કિલોમીટર સુધી પથરાઈ જવા પામ્યો હતો.
Ritesh Patel, Reporter, Bharuch, Umreth