
રાંધણછઠ્ના દિવસથી ચરોતર પંથકના શાક માર્કેટમાં માલની પુષ્કળ આવક શરૂ થવા પામી હતી. જેથી શાકભાજી ત્યારથી ભાવમાં ઘટાડો નોંધાય રહ્યો હતો. જોકે શીતળા સાતમે ભાવ સ્થિર રહેશે કે કેમ તેની પરીક્ષા થઈ જવા પામી હતી. શીતળા સાતમના દિવસે ખરીદી અને આવક બન્ને ઓછી હતી તેમ છતાં ભાવ નીચા રહ્યાં હતા અને ત્યારબાદના દિવસે જન્માષ્ટમીની રજા હતી પરંતુ જ્યારે 29મી ઓગષ્ટે માર્કેટ ખુલ્યું ત્યારે ભાવ ઉંચા રહેશે તેમ લોકો આશા સેવી રહ્યાં હતા પરંતુ તેમ બન્યું ન હતું. જેથી જાણકારોને આશા છેકે હવે શાકભાજીના ભાવ સ્થિર રહેશે.
આ ઉપરાંત આ શાક માર્કેટ સાથે સંકળાયેલા લોકોના મતે ત્રણ મહિનાના સતત વરસાદ બાદ આકાશ ઉઘડી ગયું છે. જેના કારણે શાકભાજીના ઉત્પાદન જબરજસ્ત આવ્યું . રાજ્યભરમાં શાકભાજીનો મોટો ઉતારો આવતા તેમજ મહારાષ્ટ્રના નાસીકની આવક પણ બમ્પર થતાં તમામ શાકભાજીના ભાવ ઘટી ગયા છે.
વર્તમાન ભાવ પર એક નજર
ચરોતર પંથકના આણંદ શહેરમાં આવેલ મોટી માર્કેટમાં ગવાર,ચોળી,રીંગણ 20 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે જ્યારે પરવર,કંકોડા,ગીલોડાં,ફ્લાવર અને કોબીજ 40 રૂપિય પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. જ્યારે સવાની ભાજી અને પાલખની ભાજી 20થી 30 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. વર્તમાન સમયમાં મેથીની ભાજીનો ભાવ 60 રૂપિયે પ્રતિ કિલોના ભાવે અને ટામેટા 30 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. સપ્તાહ પહેલા આ શાકભાજીનો ભાવ ડબલ હતો. જે અત્યારે અડધો થઈ ગયો છે.
રાકેશ પંચાલ, ફોટો : ઈકબાલ સૈયદ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com