ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

વિધાનગરની કોલેજના ત્રણ યુવાનોનુ કારસ્તાન

ભરૂચના એક ડિલરને ત્યાંથી રિલાયન્સના બંધ થઈ ગયેલા પ્રીમિયમ સીમકાર્ડ બોગસ દસ્તાવેજો દ્રારા ખરીદી તેને ઉંચા ભાવે વેચવાનું કારસ્તાન કરનાર વિધાનગરની કોલેજના ત્રણ યુવાનો લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા છે.

સીએનએ સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું હતું કે ભરૂચના રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિલર ગૌરવ ગાંધીની દુકાને રિલાયન્સ કંપનીના બંધ હાલતમાં રહેલા પ્રિમિયમ નંબરોના મુળ માલિકના બોગસ દસ્તાવેજો રજુ કરી કેટલાક યુવાનો નવા સીમકાર્ડ લઈ જતા હતાં. જેની ગંધ આવી જતાં ગોરવભાઈ ગાંધીએ ભરૂચ ક્રાઈમ બ્રાંચને જાણ કરી પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી. જેથી ગઈકાલે ભરૂચ ખાતે આશાપુરી સોસયટીમાં રહેતા જયપ્રકાશ યાદવ, ડુમવાડ વિસ્તારમાં રહેતા પરવેઝ રફીક, સોજીત્રા ખાતે વહોરાવાડ વિસ્તારમાં રહેતા ફરીદ યાકુબ વ્હોરા નામના યુવકો સીમકાર્ડ ખરીદવા આવ્યા હતાં. અને આ યુવકો સીમકાર્ડ ખરીદવા માટે ખોટા દસ્તાવેજો લઈને આવ્યા હતા.તે દરમ્યાન ભરૂચ ડિલરે લોકલ ક્રાઈમ બ્રાંચને ખબર કરી દેતાં ટીમ દુકાનદારને ત્યાં પહોંચી ગઈ હતી.

જેથી પોલીસે તાત્કાલિક ત્રણેય યુવાનો ધરપકડ કરીને તપાસ આદરી હતી. જેમાં તેમની પાસેથી સ્વેપ કરેલા રિલાયન્સ કંપનીના છ સીમકાર્ડ અને બોગસ દસ્તાવેજોના ફોટોગ્રાફ મળી આવ્યાં હતાં. ભરૂચ પોલીસે જણાવ્યું હતું કે આ ત્રણેય યુવાનો વિધાનગરની કોલેજમાં અભ્યાસ કરે છે. તેઓ રિલાયન્સ કંપનીના ઈનએક્ટીવ પ્રિમિયન નંબરની માહિતી મેળવી લેતા હતા. ્ને તેના મુળ માલિકના બોગસ દસ્તાવેજો તૈયાર કરતા હતા. આ બોગસ દસ્તાવેજો લઈને તેઓ ડિલર પાસે જતા હતા ્ને તે નંબરનું નવું સીમકાર્ડ મેળવી લેતા હતા અને બાદમાં આ સીમકાર્ડને રૂપિયા પચ્ચીસથી ત્રીસ હજારની કિંમતે ગ્રાહકોને વેચી દેતા હતાં.

આ યુવાનો સીમકાર્ડ હાથમાં આવી ગયા બાદ મોબાઈલ નંબર, પોર્ટીબીલીટીનો ઉપયોગ કરી ઓપરેટર કંપની બદલી નાંખતા હતાં. આ યુવાનોએ પ્રાથમિક પૂછતાછી માં એક સીમકાર્ડ વેચ્યું હોવાનું કબુલ કર્યું હતું. 
ભરૂચ એલસીબી પી.આઈ ડી.ડી.સોઢાએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોઈ શકે તેમ છે. આ ઉપરાંત બોગસ દસ્તાવેજો કોની પાસે બનાવ્યાં છે તેની પણ તપાસ ચાલુ છે. ત્રણેક દિવસમાં તમામ બાબતો બહાર આવી જશે અને વધુ ધરપકડો કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે આજે તેમને રીમાન્ડ માટે રજુ કરવામાં આવશે. અને ત્યારબાદ સઘન પૂછપરછ કરવામાં આવશે જેમાં ઘણાં નામો નીકળશે.

રાકેશ પંચાલ 
News Published By   CNA TEAM,  
For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |