આ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પાપ્ત કરનાર પછાત વર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વછરોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય પુરી પાડે છે.
દેશમાં ઉચ્ચ શિક્ષણ પામેલ વિધાર્થીને
સ્વતંત્ર ધંધો રોજગાર અથવા વ્યવસાય શરૂ કરી સ્વનિર્ભર બનાવા માટે રાષ્ટ્રીય પછાત
વર્ગ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્લી દ્રારા અમલીત યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક અરજદાર
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ. લાભાર્થી અરજદારની કુટુંબની
વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ નિયત કરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારના અરજદારની કુટુંબની વાર્ષિક આવક રૂ.81,000થી ઓછી હોવી જોઈએ તેમજ
શહેરી વિસ્તારના અરજદારની વાર્ષિક આવક રૂ. 1,03,000થી ઓછી હોવી જોઈએ.
- અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી 18થી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજદારનું યાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
- જે ધંધા વ્યવસાય માટે સહાય મેળવવા માંગતા હોય તે ક્ષેત્રની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
- આ યોજના હેઠળ મળવા પાત્ર લોન વ્યાજ સહિત 60 સરખા માસિક હપ્તાથી ભરવી પડશે.
- લોનનું ધિરાણ આ યોજના હેઠળ લાભાર્થીને રૂ. 10,00,000ની મર્યાદામાં લોન સહાય આપવામાં આવે છે. મળવા પાત્ર લોન પર વ્યાજનો દર પાંચ ટકા રહેશે.