સરકાર દ્રારા સમાજના નબળા વર્ગ માટે અનેક લાભકારી યોજનાઓ હોય છે. જેની જાણકારી ન હોવાના કારણે મોટાભાગનો વર્ગ તેના લાભથી વંચિત રહી જાય છે. તેવી જ એક રાજ્ય સરકારની યોજના છે માનવ ગરીમા યોજના..
ગુજરાત સરકાર દ્રારા ગુજરાત વર્ગ વિકાસ નિગમ
માધ્યમથી સામાજીક અને શૈક્ષણિક , આર્થિક રીતે પછાત વર્ગના તેમજ લઘુમતિ, વિચરતી અને
વિમુક્ત જાતીઓના લોકોને કોઈ પણ આવક મર્યાદા સિવાય સાધન ટુલ કિટ્સ સહાય તરીકે
આપવામાં આવે છે. આ યોજનાનો અમલ ગુજરાત સરકારના માધ્યમ દ્રારા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્રારા અમલીકરણ કરવામાં આવે છે. આ યોજના મારફતે મલતી ટુલ કિટ્સ મેળવી બેરોજગારીને દૂર કરી આર્થિક સંકડામણ હટાવી શકાય છે.
આ યોજનોના લાભ કોણ મેળવી શકે
આ
યોજનાનો લાભ લેવા માટે વિભાગ દ્રારા ચોક્સ મર્યાદાઓ અને પાત્રતા ક્રમ નક્કી
કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ. ઉપરાંત અનુસૂચિત જાતિ, સામાજીક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના લઘુમતિ, વિચરતી અને વિમુક્ત જાતિ પૈકીનો હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર સરકાર દ્રારા નિયત કરેલ આવક મર્યાદામાં આવતો હોવો જોઈએ. જે અરજદાર શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેની આવક ઓછામાં ઓછી રૂ. 21,026 અને ગ્રામ્ય વિસ્તારમાં ઓછામાં ઓછી રૂ. 15,976 હોવી જોઈએ.
- અરજદારને ધંધા વ્યવસાયનો અનુભવ હોવો જરૂરી છે. ઉપરાંત સરકારી કે અન્ય કોઈ નાણાંકીય સંસ્થાનો ડિફોલ્ટર ન હોવો જોઈએ.
- અરજદાર તેના કુટુંબનો કોઈપણ સભ્ય સરકારમાં અથવા રાજ્ય કે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં નોકરી કરતો ન હોવો જોઈએ.
કેટલી સહાય મળી શકે
આ યોજના હેઠળ લાયક ઠરતા અરજદારોને સરકાર તરફથી
રૂ. 25,000ની મર્યાદામાં લોન સહાય અથવા સાધન સહાય આપવામાં આવે છે.