રાજનીતિનો રંગ સમયે સમયે બદલાય છે. જરૂર પ્રમાણે ધર્મ અને જાતિનો રંગ ભેળવીને પણ સત્તાની ગાદી સુધી પહોંચવા રાજકીય પક્ષો તકની રાહ જોઈને બેઠા હોય છે. તેવી ગરમાગરમી વર્તમાન સમયમાં ભાજપમાં જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને કેસરીયા રંગ સાથે લીલા રંગને ભેળવવા માટે ભાજપ રાજકીય અખાડામાં દરેક દાવ રમી રહ્યું છે.
દેશમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અદ્રશ્ય રહેતા લધુમતિ અચાનક જાણે દ્રશ્યમાન થઈ જાય છે. દરેક પાર્ટી અને તેનો નેતા જાણે તેના રંગે રંગાતો નજરે પડે છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી અને તે પહેલાની વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે અગ્નિપરિક્ષા સમાન બની ગયા છે. તેમાં વળી હિન્દુ નેતાઓની પાર્ટી તરીકે ઓળખ પામેલ ભાજપે સાંપ્રદાયિક નેતા તરીકને ઓળખ પામેલા નરેન્દ્ર મોદીને પોતાનો ચહેરો બનાવ્યો છે. તેવી પરિસ્થિતિમાં ભાજપ કોઈ પણ રીતે લધુમતિઓને પોતાની સાથે ભેળવીને બિનસાપ્રદાયિક ચહેરો બનાવાની કોશિષે લાગી ગયું છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ભાજપ જાણે લધુમતિઓને લઈને વધારે ચિંતામાં હોય જણાઈ રહ્યું છે. વધુ સંખ્યામાં લધુમતિઓ ભાજપ સાથે જોડાય તેવી યોજાનાઓ સાથે ભાજપના લધુમતિ મોરચાના નેતા સક્રિય થઈ ગયા છે. નરેન્દ્ર મોદીના જન્મદિને ઠેર ઠેર લધુમતિઓને ધ્યાને રાખીને સવિશેષ મહત્વ આપવામાં આવ્યું. જે પહેલા ક્યારેય જોવા મળ્યું નથી.
વધુમાં ભાજપના લધુમતિ મોરચાનું ફોર્મ જે કેસરિયા રંગનું હતું તે હવે લીલા રંગનું કરી દેવામાં આવ્યું છે. જોકે ભાજપના અગ્રણી નેતા જણાવી રહ્યાં છે કે આ રંગ બદલવામાં આવ્યો નથી. જ્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓના મતે ભાજપ પોતાનો કદરૂપો ચહેરો ઠીક કરવાની કોશિષ કરી રહ્યું છે.
ભાજપ સતત આક્ષેપ કરતું આવ્યું છે કે કોંગ્રેસે જ જાતિ ધર્મના આધારે વોટબેંકની રાજનીતિ કરતું આવ્યું છે. જ્યારે ભાજપ માટે દરેક ધર્મ અને જાતિ એકસરખા રહ્યાં છે.
જોકે તજજ્ઞોના મતે લધુમિત મોરચાના ફોર્મનો રંગ લીલો રંગ કરીને ભાજપ કઈ બાબતે સરખાપણું સાબિત કરવા માંગે છે તેના ચોખ્ખા સંકેત મળી રહ્યાં છે. કહી શકાય કે ભાજપના વિચાર બદલાયા છે. પરંતુ તે ક્યાં સુધી તે જોવાનું રોચક બની રહેશે.
જોકે તજજ્ઞોના મતે લધુમિત મોરચાના ફોર્મનો રંગ લીલો રંગ કરીને ભાજપ કઈ બાબતે સરખાપણું સાબિત કરવા માંગે છે તેના ચોખ્ખા સંકેત મળી રહ્યાં છે. કહી શકાય કે ભાજપના વિચાર બદલાયા છે. પરંતુ તે ક્યાં સુધી તે જોવાનું રોચક બની રહેશે.