મધ્યગુજરાતના આણંદ અને ખેડા જિલ્લામાં
તમાકુ રોકડીયા પાક તરીકે ઓળખાય છે. સતત પડેલા વરસાદ અને ત્યાર બાદ બળબળતા તાપે
ચરોતર પંથકના ખેડૂતોને નિરાશ કર્યા છે. એક તરફ તમાકુના ધરૂની અછત્ત સર્જાય છે.
તેમા વળી બળબળતો ધરૂના મૂળિયાને બાળી રહ્યાં છે. જેથી પંથકના ખેડૂતો દિવેલાની
રોપણી તરફ વળ્યાં છે.
આ વખતે સતત પડી રહેલા વરસાદે તમાકુના
ધરૂને કહોવડાવી દીધો હતો. અને ત્યાર બાદ વર્તમાન સમયમાં પડી રહેલ બળબળતા તાપે
ધરૂને બાળવાનું શરૂ કર્યું છે. અને મુળીયા ચોંટતા ન હોઈ તમાકુ રોપવી અધરી થઈ પડી
છે. આ વખતે વરસાદ સપ્ટેમ્બરની શરૂઆત સુધી પડતો રહ્યો જેથી તમાકુના ધરૂ બરાબર થયા ન
હતા. એટલે ખેડૂતો તેની રોપણી કરી શક્યા ન હતાં. પરંતુ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ
બાદથી જ ખેડૂતોએ પોતાની રીતે જ ધરૂ કર્યા હતાં. તેમણે રોપણી શરૂ કરી દીધી હતી. અને
અત્યારે આઠ હજાર હેક્ટરમાં તમાકુની રોપણી થઈ ગઈ છે.
ખેડૂતોના મતે આ વખતે હાલના સમયમાં
ભાદરવાનો ચામડી બાળી નાંખે તેવો તાપ પડે છે. તેમાં તમાકુનું ધરુ ઓછું છે. અને તેની
માંગ વધુ છે. જેથી દૂરદૂરથી લોકો ધરૂ લાવી રહ્યાં છે. કમનસીબી એ છે કે તાપ ભારે
પડતો હોઈ તમાકુના કુમળા છોડના મુળીયા બળી જાય છે. એટલે આ વખથે ઘણા ખેડૂતોએ દીવેલા
તરફ નજર દોડાવ છે. અને જે લોકો વર્ષોથી તમાકુ કરતા હતા તેમણે પોતાના ખેતરમાં
દીવેલા રોપી દીધા છે.
તજજ્ઞોના મતે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયાથી રાયડાની રોપણી
શરૂ થશે. જ્યારે જીલ્લા ખેતીવાડી વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતે રાયડાની
ખેતી વધી જશે તેવું લાગી રહ્યું છે.
હવે તમાકુ પકવતાં ખેડૂતોની નજર ડિસેમ્બર
મહિનાની રાહ જોઈને બેઠા છે. ડિસેમ્બર મહિનામાં કલક્તી તમાકુની રોપણી શરૂ થશે. જેથી
મોટાભાગના ખેડૂતોએ ડિસેમ્બર મહિનામાં તમાકુનું વાવેતર તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.