ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

જાએ તો જાએ કહાં...

ભારતીય જનતા પાર્ટી્માં લોકસભાની ચૂંટણીમાં પોસ્ટર બોય કોણ બનશે તે બાબતે ચર્ચાઓ તેજ બની છે. ગુજરાતના મુખ્યમંત્રીનો જન્મદિન 17મી સપ્ટેમ્બર છે અને તે પહેલા ભાજપ પોસ્ટર બોય તરીકે મોદીને જાહરે કરી દેશે તે વાતની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. જે શાંત પાણીમાં ઉઠેલા વમળો પરથી સમજી શકાય છે.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી માટે 13મી સપ્ટેમ્બરને વર્ષ 2013ના દિને  ભાજપનો પોસ્ટર બોય બહાર આવી જશે. તેવી પરિસ્થિતિમાં મોદી વિરોધીઓમાં નિરાશા અને ચિંતા વ્પાયી જવા પામી છે. સંઘે મ્હોર મારી દીધી છે. અન્ય સંગઠન તૈયાર છે. એનડીએનું બહાનું હવે ચાલે તેમ નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મોટાભાગના ભાજપના મુખ્યમંત્રી અને નેતાગણ  તૈયાર છે. મોદીને લઈને કાર્યકર્તાઓ પુરજોશમાં છે. તેવી પરિસ્થિતિમાં  મોદી વિરોધી જાયે તો જાયે કહાં જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ  પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણની મુલાકાત દસમી સપ્ટેમ્બરે કરશે. મળતી માહિતી મુજબ, આ બેઠક એલ.કે અડવાણીને મોદીના નામ માટે સમજાવા માટે થઈ રહી છે. જોકે વડાપ્રધાન પદના ઉમેદવારના નામને લઈને મોદી મુદ્દે સર્વસંમતિ થઈ જવા પામી છે. તેમ છતાં આ હવા વાવાઝોડું આવે તે પહેલાની છે. અને સંઘની નથી ઈચ્છતો કે મોદીનું નામ જાહેર થાય પછી કોઈ વાવાઝોડું આવીને પાર્ટીની શાખ ઉડાવી જાય. જેથી મોદીનું નામ 13મી સપ્ટેમ્બરે જાહેર થાય તે પહેલા મોદી વિરોધીને સમજાવામાં આવે નહીં.

જે ધ્યાને રાખીને થોડા દિવસો અગાઉ નિતીન ગડકરી અને અડવાણી વચ્ચે મુલાકાત થઈ હતી. જેમા સંઘ તરફથી નિતીન ગડકરીને મોકલવામાં આવ્યાં હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. જોકે ત્યાર બાદ વરિષ્ઠ નેતા અડવાણીનું નિવેદન પણ આવ્યું હતું. જે સંઘ અને તેના નિર્ણયને સમર્થન આપતું નિવેદન હતું. જેથી લાગી રહ્યું હતું કે મોદી વિરોધી સમજી ગયા છે પરંતુ જેવું દ્રશ્ય દેખાય છે તેવું નથી. મોદીના નામનો વિરોધ કરી રહ્યાં અડવાણી, સુષ્મા અને તેમના સમર્થકો પુરજોશ કોશિષ કરી રહ્યાં છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા મોદીના નામની જાહેરાત ન થાય પરંતુ  સંઘ જે પ્રકારે મોદીના નામને લઈને સક્રિય બન્યો છે. તેને લઈને મોદી વિરોધી જાયે તો જાયે કહાં જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. જેથી જણાઈ રહ્યું છે કે તેરમી સપ્ટેમ્બર પહેલા અનેક શાંત પાણીમાં અનેક વમળો પેદા થશે. 

આજે અગિયારમી સપ્ટેમ્બરે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જો ગુજરાતના મુ્ખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો તેમણે ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પદનો ત્યાગ કરવો પડશે. જેની ત્યાર બાદ તેની જવાબદારી અન્ય ભાજપના નેતાગણ આપી દેવામાં આવશે. જેમાં સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલીના નામની પ્રબળ શક્યતાઓ છે. જેમને આ જવાબદારી સોંપવામાં આવે.

અપડેટ

ભાજપનાં અધ્યક્ષ રાજનાથ સિંહે પાર્ટીનાં વરીષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે વડાપ્રધાન પદે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનાં ઉમેદવાર જાહેર કરવા બાબતે મુલાકાત કરી હતી. પણ સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ અડવાણી ઇચ્છી રહ્યા છે કે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન પદ માટે મોદીનું નામ જાહેર કરવામાં આવે. જો કે ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે અડવાણીનાં ઇનકાર બાદ પણ આવનારા સપ્તાહમાં પાર્ટી મોદીનાં નામની જાહેરાત કરશે.આવી પરિસ્થિતિમાં સંસદીય દળની બેઠક થશે કે કેમ તે નક્કી નથી.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |