પાંચ દિવસ પૂર્વે આણંદના અડ્ડા માલિકને 50
ટકા ભાગ માટે ધમકી આપનારા અમદાવાદના કુખ્યાત શખ્સે શુક્વારે 6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ
ફરીથી કોઈપણ ભોગે પોતે ત્રાટક્શે તેવી ધમકી આપતાં આખી આણંદની અંધારી આલમ હચમચી ગઈ
છે.
છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ આણંદની તમામ પોલીસ
અડ્ડા માલિકોને ત્યાં પહોંચી ગઈ હતી.
અત્રે ઉલ્લીખનયી છેકે , પાંચ દિવસ પૂર્વે સમાધાન માટે પેટલાદના અંધારી આલમના દેવ
ગણાતા એક વ્યક્તિ આણંદ આવ્યા હતાં. અને તેમણે જુગારધામના સંચાલક સાથે બેઠક કરી
હતી. તે દરમિયાન અમદાવાદના બે ખૂંખાર અપરાધીઓને પણ હાજર હતાં. જો કે પેટલાદની વ્યક્તિની મધ્યસ્થી છતાંય સમાધાન થયું ન હતું,
આમાં ઓછું હોય તેમ આણંદના જુગારધામ સંચાલકે એકદમ આવેશમાં આવી જઈ અમદાવાદના કુખ્યાત
શખ્સને લાફો ઝીંકી દીધો હતો. આ એ શખ્સ હતો
જે સેકન્ડમાં કોઈ પણ બાબતમાં ચાકુ ફેરવી હત્યા કરી દે. એજ વખતે સંચાલકે પર ઘાતક
હુમલો થઈ શક્યો હતો પરંતુ પેટલાદના મોવડીએ
ઈશારો કરી તેને શાંત પાડ્યો હતો. અને પોતાની જબાન માટે પણ આજે કંઈ ન કરવા જણાવ્યું
હતું. જેથઈ અમદાવાદના ખૂંખાર બન્ને અપરાધીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતાં.
અંધારી આલમના ટપોરી શું કહે છે.
રવિવારે રાત્રે આ બનાવ બન્યો હતો. આ બનાવે
આણંદમાં જુગારધામ ચલાવતી મંડળીને હચમચાવી દીધી હતી. તેમને ખબર પડી ગઈ હતી કે જે
શખ્સ પર હાથ ઉપાડવામાં આવ્યો છે તે નાની બાબતમાં લોહી રેડતા અચકાય તેમ નથી. અને
પ્યોર અમદાવાદી હોય ગમે ત્યારે ધાતક હુમલો કરશે.
મોટું ટોળું હશે તો પણ તે અચકાશે નહીં તેની હિંમત લાજવાબ છે.
અમદાવાદી ખૂંખાર શખ્સની ધમકી અને અસર
બરાબર એક દાયકા પહેલા એટલે કે વર્ષ 2000ની
સાલમાં આણંદના કુખ્યાત વેપારીની હત્યામાં તે સંડોવાયેલ હતો. અને આણંદ તેના માટે
નવું નથી. ચર્ચાતી વાતો મુજબ, ગઈ કાલે આ શખ્સે જુગારધામ માલિકને ફોન પર ધમકી આપી
હતી. અને જણાવ્યું હતું કે જેટલા
સીક્યુરીટી મુકવા હોય તેટલા મુક હજારો પોલીસ ખડકી દે. તેં મારી ઉપર હાથ ઉગામ્યો
છે. એટલે એનો હિસાબ તો તારે ચુકવવો જ પડશે. આ ધમકીને પગલે જુગારધામ સંચાલકે
પોલીસને જણાવ્યું હતું એટલે બપોરે પોલીસનું મોટું ધાડું તેમના જુગારધામ પર પહોંચી
ગયું હતું.
અંધારી આલમની ચર્ચા
આ બાબતે
બે નંબરી વ્યવસાયીઓમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. જુગારમાં મોટું માથું
ગણાતા આ સંચાલકે ગઈકાલથી પોતાના ધંધા બંધ કરી દીધા છે. ગઈ કાલે તેમનો અડ્ડો બંધ થઈ
ગયો હતો. અને આજે પણ તેના તાળાં ખુલ્યાં નથી. અમારા સુત્રોના જણાવ્યા અનુસાર,
છેલ્લા ત્રણ દિવસથી આ સંચાલક ને બહાર નીકળતા નથી. અને આ મહિનો બહુ ભારે લાગી રહ્યો
છે.