ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

મોદી એ જ પરંતુ અંદાજ અલગ

છત્તીસગઢના અંબિકાપુર જાહેરસભાને સંબોધનમાં ગુજરાતના મુખ્યમંત્રી અલગ અંદાજમાં દેખાયા. દેશના ભાવિ વડાપ્રધાન જેવો હુંકાર જાણે અસલી લાલ કિલ્લા પરથી કરી રહ્યાં હોય તેમ જણાયું


જે પ્રકારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ધ્યાને રાખીને છત્તીસગઢમાં મુખ્યમંત્રી રમનસિંહ લાલજાજમ બીછાવી દીધા હતા તેને જોતા લાગી રહ્યું હતું કે મોદીનો અહીં અલગ અંદાજ જોવા મળશે. ભાજપ તરફથી ચર્ચાઈ રહેલા ભાવિ પીએમ ઉમેદવાર પુરજોશમાં યુપીએ સરકાર , વડાપ્રધાન અુને રાહુલ બાબા પર વ્યંગબાણ છોડ્યાં. જોકે તેમને ભષ્ટ્રચાર, ગરીબી, મોંઘવારી અને રૂપિયાને પકડીને પોતાના તીર ચલાવ્યાં અને વધુમાં તેલંગાણાને પણ આવરી લીધું.

દર વખતની જેમ જ યુપીએ સરકાર, રાહુલ ગાંધી અને વડાપ્રધાનને  આડેહાથે લીધા.  રમનસિંહની સરકારે દસ વર્ષના સમયગાળામાં જે વિકાસના કામો કર્યો છે તેની પ્રશંસા કરી તે સાથે જ મોંઘવારી, ભષ્ટ્રાચાર, ગરીબી તેમજ ગગડતો રૂપિયાને આવરીને મુખ્યમંત્રી મોદીએ વિરોધીઓને નિશાને લીધાં હતાં.  

કોંલસા કૌભાંડ અંગે તેમણે કહ્યું કે  કોંગ્રેસ કહે છે કે ફાઈલો ગુમ થઈ ગઈ પરંતુ લોકો ચર્ચા કરી રહ્યાં છે કે સરકાર ક્યાં ખોવાઈ ગઈ. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમને આડેહાથે લીધા હતાં. આ ઉપરાંત સરકારને શિક્ષા પણ આપી. મોદીએ કહ્યું કે તેલગાંણા બનાવી કોંગ્રેસ ભાઇચારામાં આગ લગાવી હતી. કોંગ્રેસે દેશમાં હંમેશા સમસ્યાઓ ઉભી કરી છે. જનતાનું દર્દ તેમને દેખાતું નથી. મોદીએ પીએમ મનમોહનસિંહ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પીએમએ દેશના રૂપિયાને ડુબાડી દીધો છે. કેન્દ્રની સરકાર સંવેદનહીન અને માનવતાહીન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત અને દેશને બચાવવાનો સમય આવી ગયો છે અને કોંગ્રેસનુ અભિમાન આસમાને પહોંચી ગયુ છે જેવા પ્રહારો કર્યા હતાં.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |