.jpg)
જોધપુર પોલીસના મતે તેમની તપાસ અને પુછપરછ પૂર્ણ થઈ છે અને તે દરમ્યાન તેમને પુરાવા મળ્યાં છે. જેથી જોધપુર કોર્ટે આસારામને 14 દિવસની જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દીધા છે .અને તે 15મી ઓગષ્ટ સુધી રહેશે. આસારામે જેલમાં પુજા પાઠ કરવા માટેની પરવાનગી માંગી છે અને જેલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમને સરળતાથી પરવાનગી મળી જશે. જ્યારે જોધપુર કોર્ટે તેમને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો ઓર્ડર આપ્યો ત્યારે કોર્ટ પરિસરમાં સમર્થકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. જે દરમ્યાન તેમનો શિકાર મીડિયાકર્મી બન્યાં હતા. જોકે પોલીસે સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી. અને લાઠ્ઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
આસારામના વકીલ દ્રારા જે જામીન અરજી કરવામાં આવી છે તેની
સુનાવણી મંગળવારે થવાની છે ત્યારે હવે જોવાનું તે રહે છેકે આસારામની જ્યુડીશ્યલ
કસ્ટડી યથાવત રહે છે પછી જામીન મંજૂર થઈ જાય છે.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com