ગાંધીનગરના ઉધોગભવન ખાતે એક કર્માચારીએ
પોતાના અધિકારીના ત્રાસથી ઝેરી દવા પી ને આપાઘાત કર્યો હોવાના એહવાલ મળ્યાં છે.
ઓફિસમાં કામકાજ દરમ્યાન અધિકારીએ આ કર્મચારીને ત્રણથી ચાર લાફા મારી દીધાં હતા.
જેથી અપમાનિત થયેલ કર્મચારીએ તે જ રાતે ઘરે ઝેરી દવા પી ને મોતને વ્હાલું કર્યું હતું.
મળતી માહિતી મુજબ, ઉધોગ ભવન ખાતે ફરજ
બજાવી રહેલા મૃતક નરેશ ચાવડાને તેમના ઓફિસર સામ સામે બોલાચાલી થઈ હતી. જેમાં ઓફિસ
સ્ટાફની વચ્ચે અધિકારીએ આ કર્મચારીને બેથી ત્રણ લાફા માર્યા હતા. જેથી મૃતક માટે
અપમાન અસહનીય બની ગયું હતું. જેથી તેમણે રાતે ઘરમાં ઝેરી દવા પી ને આપઘાતનું
પગલું ભર્યું હતું. મૃતકે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠીમાં ઓફિસરનો ત્રાસ જવાબદાર
ગણાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોસ્ટમોર્ટમ માટે પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. હવે
પરિવારજનો મૃતકના શવનો સ્વીકાર કરવા તૈયાર નથી. તેમની માંગ છેકે અધિકારી સામે કડક
કાર્યવાહી થાય ત્યારબાદ જ મૃતકના શવનો સ્વીકાર કરવામાં આવશે. આ ઘટના બાદ સિવિલ
હોસ્પિટલના પટાંગણમાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com