ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

એક લાખની સરસાઈથી જીતે ભાજપનો ઉમેદવાર

ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે 16મી સપ્ટેમ્બરના રોજ બ્લ્યુબેરી હોટલ ખાતે જીલ્લા અલ્પસંખ્યક મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢવામાં આવી હતી. જ્યારે ભાજપના શાસનમાં અલ્પસંખ્યકોના હિત વધારે સુરક્ષિત છે અને તે વાત ઘર ઘર સુધી પહોંચાડવાની નેમ સાથે અલ્પસંખ્યક મોરચો સક્રિય બને તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે 16મી સપ્ટેમ્બરના રોજ બ્લ્યુબેરી હોટલ ખાતે જીલ્લા અલ્પસંખ્યક મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ સુરેશ ભટ્ટ, માતરના ધારાસભ્ય દેવુંસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ અલ્પસંખ્ય મોરચાના પૂર્વ પ્રમુખ ગનીભાઈ કુરૈશી, ગુજરાત પ્રદેશ અલ્પસંખ્યક મોરચાના ઉપપ્રમુખ સુફી સંત મહેબુબઅલી સૈયદ, ખેડા જિલ્લા અલ્પસંખ્યકના પ્રમુખ અસ્માખાન પઠાણ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ જંયતિભાઈ સોઢા, ખેડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ ડાભી, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ પટેલ, નડિયાદ શહેર ભાજપ પ્રમુખ વિકાસ શાહ, ખેડા જિલ્લા અલ્પસંખ્યક પ્રમુખ સાજીદ વોરા તેમજ ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી સાજીદ સૈયદ તેમજ પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના અલ્પસંખ્યક મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.



આ કારોબારીમાં આગમી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને અલ્પસંખ્યકો ભારે સંખ્યામાં ભાજપને સમર્થન કરે તે હેતુથી તન મન ધનથી કામ કરવાની નેમ સાથે ભાજપનો અલ્પસંખ્યક મોરચો કામ કરે જેથી ખેડા જિલ્લામાં ભાજપનો ઉમેદવાર એક લાખથી પણ વધુ મતોની સરસાઈ સાથે વિજય મળે તેવી દ્રઢ નિશ્ચય સાથે કામ કરવાની અપીલ કરવામાં આવી હતી.

ખેડા જિલ્લા બેઠકનું મહત્વ અ્ને મોદી

જાણકારોના મતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પહેલી વખત નડિયાદ બેઠક માટે પ્રચાર પ્રસાર કરી રહ્યાં હતાં ત્યારે તેમને કબુલ કર્યું હતું કે જ્યાં સુધી ખેડા જિલ્લામાંથી કમળ દિલ્હી નહીં આવે ત્યાં સુધી દિલ્હીમાં કમળ ખીલશે નહીં. જેથી લોકસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લાની બેઠક માટે કરો યા મરો જેવી સ્થિતિ સર્જાશે અને ખેડા જિલ્લા ભાજપ માટે સક્રિય બન્યું તે અત્યંત જરૂરી છે. ઉપરાંત અહીં ખેડા જિલ્લાની બેઠક પર કોંગ્રેસનું એકછત્ર શાસન રહેવા પામ્યું છે. જોકે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી વખતે લાગી રહ્યું હતું કે કોંગ્રેસનું પ્રદર્શન ખેડા જિલ્લામાં નબળું રહેશે પરંતુ ચૂંટણી પરિણામ ખેડા જિલ્લા ભાજપ માટે ઘણું નિરાશાજનક આવ્યું હતું. તેને જોતાં ભાજપે  ખેડા જિ્લ્લાની બેઠક લોકસભાની ચૂંટણીમાં હસ્તક કરવા માટે ઘણી કઠોર મહેનત કરવી પડશે. તો કોંગ્રેસે પણ પોતાનો ગઢ બચાવા માટે કમરકસવી પડશે.આ વખતે લોકસભાની ચૂંટણી વધારે રસાકસી ભરી રહેશે જેમાં ખેડા બેઠક પર દરેકની નજરે રહેશે.

તેવા સમયે ખેડા જિલ્લા ભાજપનો અલ્પસંખ્યક મોરચો સક્રિય બને તો ખેડા જિલ્લા ભાજપને ઘણો ફાયદો થઈ શકે તેમ છે.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |