
વાપી શહેરમાં
રેલ્વે સ્ટેશનની બહાર એક યુવક પોતાનું
બાઈક નંબર જી જે 15 2373 રેલ્વે
સ્ટેશનની બહાર વાહન પાર્કિગની રસીદ ફડાવીને ગયો હતો. પરંતુ તે રાત્રિ દરમ્યાન ચોરી
થઈ જતાં યુવકે રેલ્વે જી.આર.પી.એફને જાણ કરી હતી.ત્યાર બાદ પોલીસે વાપી
શહેરમાં રેલ્વે સ્ટેશનના પશ્ચિમ વિસ્તારમાં વાહન પાર્કિગ કરાવનારા કોન્ટ્રાક્ટર
સાથે પૂછપરછ માટે ગઈ હતી. જેમાં જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટરે વાહન પાર્કિગ
કરાવા માટે ત્રણ યુવકો નોકરી પર રાખ્યાં હતા. જેમણે આ યુવક પાસેથી વીસ રૂપિયા લઈને
વાહન પાર્કિગ કરવા દીધું હતું. અને જ્યારે આ યુવક પોતાનું બાઈક પરત લેવા આવ્યો
ત્યારે બાઈક ચોરી થઈ ગયું હતું.
જોકે આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટરની ઉલટ
તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ કોન્ટ્રાક્ટરનો વાહન પાર્કિગ કરાવા માટેનો
કોન્ટ્રાક્ટ 13મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગયો હતો. તેમ છતાં કોન્ટ્રાક્ટરના માણસો
લોકો પાસેથી વાહન પાર્કિગના પૈસા વસુલી રહ્યાં હતા. જોકે પોતાના બચાવમાં
કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે અમને ખબર ન હતી કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. કારણ
કે અમને કોન્ટ્રાક્ટની તારીખ પૂર્ણ થઈ ગઈ હોવાની માહીતી 14મી સપ્ટેમ્બરના રોજ મળી
હતી.
જેથી પોલીસે આ મામલે વાહન પાર્કિગ માટે
પૈસા વસુલનારા બે યુવકોને પકડી લીધા હતા. પરંતુ બાઈક ચોરી થઈ ગયું હોવાની ફરિયાદ
લઈને આવેલા યુવક પાસેથી જ્યારે પોલીસે બાઈક સંર્દભે કાગળીયાની માંગણી કરી ત્યારે
ફરિયાદી યુવક કાગળીયા ઘરે છે તેમ કહીને લેવા માટે ગયો હતો જે કલાકો વિત્યા બાદ પણ
પરત આવ્યો ન હતો. જેથી અંતે ગેરકાયેદ વાહન પાર્ક કરાવી રહેલા બન્ને યુવકોને છોડી
દીધા હતાં.
Tejas Desai, Reporter,Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com