રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર,
2012ની રાતે 23 વર્ષની નિર્ભયા પર ગેંગ રેપ
કરનારા 6 આરોપીઓ પૈકી એક કિશોર (અવયસ્ક) આરોપીને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા
બળાત્કાર અને હત્યામાં દોષિત ઠર્યો હતો અને તેને ત્રણની સજા કરવામાં આવી હતી. જ્યારે
એક આરોપીએ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. અને અન્ય ચાર આરોપીને દસમી સપ્ટેમ્બરે સાકેત કોર્ટ ચુકાદો આપશે.
દસી સપ્ટેમ્બરે વહેલી સવારથી દરેકની નજર આ ચુકાદા ઉપર છે. સાકેત કોર્ટ આ મામલે આરોપીઓને શું સજા ફટકારશે તેને લઈને દરેકની નજર છે. સાકેત કોર્ટ સાડા
બાર વાગ્યે આ મામલે સજા ફેંસલો જણાવશે તેમ સુત્રો જણાવી રહ્યાં છે. દેશભરમાં માંગ
ઉઠી છે સાકેત કોર્ટ આ મામલે કડક સજા આપવામાં આવે, નવ મહિના બાદ આવી રહેલા આ ચુકાદો ઘણો અગત્યનો છે. આરોપીઓને ફાંસીની સજા મળે તેમ આ ઘટનાનો ભોગ બનેલ યુવતીના પરિવારજનો ઈચ્છી રહ્યાં છે.
વકીલોના મતે જે પ્રકારની ગવાહી થઈ હશે. અને તે લગાવેલા આરોપને મજબૂત કર્યા હશે તો ચોક્ક્સ નિયત સજા મળશે. અને જો ગવાહી નબળી હશે તો ચુકાદો નિરાશાજનક પણ હોઈ શકે.
અપડેટ સમાચાર :
જોકે જેની રાહ જોવાઈ રહી હતી તે પ્રમાણે સાકેત કોર્ટે ચુકાદો સાડા બાર વાગ્યે આપી દીધો છે. નિર્ભયા ગેંગ રેપ મામલે પવન, વિનય, અક્ષય, મુકેશ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યાં છે. અને તેમની સજાનું એલાન અગિાયારમી સપ્ટેમ્બરે આપશે. તો બીજી તરફ દેશના ગૃહ મંત્રી સુશીલકુમારે શિંદેએ આ ચારેય આરોપીઓ માટે ફાંસીની સજા મળે તેવી આશા સેવી હતી.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com