કેટલાંક સમયથી ચરોતર પંથકમાં +92 નંબર લોકોની
ચિંતામાં વધારો કરી રહ્યો છે. વહેલી સવારે કે ભરબપોરે મોબાઈલમાં આ નંબર ગાજતાની
સાથે ચિંતા આપી જાય છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં +92 નંબરથી શરૂ થનારા
આ નંબરે ચિંતામાં વધારો કર્યો હતો. હવે ચરોતર પંથકમાં આ નંબર
લોકોને છંછેડી રહ્યો છે. +92 નંબરથી શરૂ થતો આ નંબર પાકિસ્તાનનો છે. જે વહેલી સવારે કે ભરબપોરે
મોટાભાગે લોકોના મોબાઈલને ગજવે છે. એક નાનકડો મિસ કોલ આવે છે અને જ્યારે તમે મિસ
કોલ જાણીને કોલબેક કરો છો ત્યારે તમારા મોબાઈલમાંથી રૂપિયા કપાઈ જાય છે .
સામે વાળી વ્યક્તિનો પ્રયત્ન સીમ કાર્ડ ક્લોનિંગનો હોય છે. જેથી તે તમારી તમામ વિગતો લઈ શકે અને આ માહિતીને દૂરઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે.
- આ નંબર પર કોલ બેક કર્યા બાદ સિમનું ક્લોનિંગ થઇ શકે છે
- પોતાના મોબાઇલમાં કોઇ પાસવર્ડ કે જરૂરી માહિતી પણ ન રાખો
કેટલીક ટેલિકોમ કંપનીઓએ નોટિસ કર્યું છે કે +92, #90 કે #09 નંબરો પરથી તેના કેટલાંક ગ્રાહકોની પાસે મિસકોલ આવી રહ્યા છે. આ નંબર પર કોલ બેક કર્યા બાદ સિમનું ક્લોનિંગ થઇ શકે છે.
કેટલીક વખત કોલ કાપતા પહેલાં જ ગ્રાહક કોલ રિસીવ કરી છે ત્યારે બીજી બાજુથી વાત કરનાર વ્યક્તિ પોતાનાને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ બતાવે છે એવામાં ગ્રાહકને #09 કે #90 દબાવા માટે કહે છે. ત્યારબાદ તેનું તમામ બેલેન્સ તરત ગાયબ થઇ જાય છે. આ 'રેકેટ'ના સૂત્રધારો ક્લોન કરેલા સિમકાર્ડના ડેટાનો તેમની અસામાજિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકે છે.
જોકે આ બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જેમાંથી ઉમરેઠમાં રહેતા રિતેષ પટેલના મતે "+923069381031 આ નંબર ઉપર થી મારે ફોન આવ્યો હતો ને કહ્યુ કે તમને ૨.૫૦,૦૦૦.૦ લાખ નુ ઇનામ લાગેલ છે તમે તમારો એકાઉન્ટ નંબર અમને આપો અમે પચ્ચીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના છે જેથી તેમણે મારી પાસે ડીટેલ માંગી જેથી મને શંકા જતાં મે ફોન કટ કરી દીધો હતો."