સંઘ પ્રવક્તા રામ માધવે મીડિયા સમક્ષ વડાપ્રધાન પદના ઉમેદવાર માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામને લઈને નિવેદન આપ્યું હતું કે દેશને પરિવર્તનની જરૂર છે અને તે માટે બે દિવસીય બેઠકમાં ચર્ચા થઈ હતી. અને તે દરમ્યાન સંઘે મુખ્યમંત્રી મોદીના નામ પર મ્હોર મારી દીધી છે. અને તે બાબતે ભાજપને જણાવી દેવામાં આવ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે ભાજપ દ્રારા સમયની રાહ જોવામાં આવી રહી છે. ભાજપ દ્રારા 17મી સપ્ટેમ્બર દ્રારા વડાપ્રધાન પદના ઉમેદવાર માટે મોદીના નામની જાહેરાત કરી દેશે.
જ્યારે ભાજપ અને સંઘની સમન્વય સમિતિની બેઠક પૂર્ણ થઈ ત્યારે વહેતા સમાચારો અને હકીકત છુપાવાની કોશિશ જે સંઘ દ્રારા કરવામાં આવી હતી તે હકીકત સંઘ પ્રવક્તા રામ માધવના નિવેદનથી છતી થઈ જાય છે.
જો કે અમે શરૂઆતથી સર્વપ્રથમ જણાવ્યં હતું અને હજુ પણ સુત્રો ખાત્રી આપી રહ્યાં છે કે ગુજરાતના મુખ્યમંત્રીના જન્મદિને મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર ભાજપ તરફ બની ચૂક્યાં હશે. તે અંગે વાંચો.