અંબિકાપુર ખાતે નકલી લાલ કિલ્લા પર સંબોધન આપ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે જયુપરથી વિરોધીઓને નિશાન બનાવશે. વિરોધીઓ હરહમેશ લધુમતિઓને મુદ્દે મોદીને પાંજરે પુરવાની કોશિશ કરતા રહે છે. પરંતુ હવે આ વખતે જયપુરની રેલીમાં લધુમતિઓની હાજરી વિરોધીઓને લધુમતિઓમાં રહેલી મોદીની લોકપ્રિયતાનો નજારો બતાવા માટે ખાસ છે.
દસમી સપ્ટેમ્બરે મોદી ગુલાબી નગરી જયપુરથી કોંગ્રેસના રસ્તે કાંટા પાથરવાનો પ્રયત્ન કરશે. જોકે લધુમતિઓમાં મોદીની લોકપ્રિયતાને લઈને સવાલો ઉઠે છે જેનો જવાબ આજે જયપુરમાં મળશે. અમરૂદો કા બાગ ખાતેની આ રેલી અગત્યની મનાઈ રહી છે, કારણ કે રાજસ્થાનમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજવાની છે તે સાથે મોદીની હાજરી કેટલી અસર કરે છે તેને લઈને પણ નજર છે.
રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ વસુંધરા રાજે સિંધિયાએ 4થી એપ્રિલથી સુરાજ સંક્લપ યાત્રા પર હતા જેનું આજરોજ સમાપન થશે. આજે ત્રણ વર્ષ બાદ મોદી ફરી સદ્દભાવના મિશન જયપુર ખાતે કરવા જઈ રહ્યાં છે. અમદાવાદનું સદ્દભાવના મિશન અંત સમયે વિવાદમાં પરિણમ્યું હતું .જ્યારે એક મૌલવીએ ટોપી પહેરવાની ઓફર કરી હતી અને મોદીએ તેના બદલે શાલની પસંદગી કરી હતી. જેથી સદ્દભાવના મિશન સારી રીતે પૂર્ણ થયું હોવ છતાં પરંતુ તે અનાદર થયેલી ટોપી હજુ પીછો છોડી રહી નથી. જોકે આ વખતે જયપુરમાં મોદીનું સ્વાગત મૌલવી દ્રારા થઈ રહ્યુ છે ત્યારે જોવાનું તે રહેશે મૌલવીને સાથે શું લાવશે અને તેમની માટે કેવો કોર્ડ લાગું કરવામાં આવ્યો છે.
જોકે રાજનીતિના જાણકારો માની રહ્યાં છેકે અમદાવાદ ખાતે યોજાયેલ સદ્દભાવના મિશન બાદ આ મિની સદ્દભાવના મિશન છે. જેના મારફતે મોદી લધુમતિઓની નજીક આવવાની કોશિષ કરશે અને દરેક વર્ગની એકસમાન નજરે જોવે છે તેને ધ્યાને રાખીને નિવેદનો થશે.
દસમી સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યે આપેલા સંબોધનને વાંચવા માટે અહીં ક્લિક કરો.,
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.comદસમી સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યે આપેલા સંબોધનને વાંચવા માટે અહીં ક્લિક કરો.,