યુપીએ સરકાર શહેર અને ગ્રામીણ લોકો વચ્ચેની દૂરીને દૂર કરવા માટે ડીજીટલ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના ઈરાદે નવી યોજના લાવી રહી છે. જેમાં ગરીબોને મફ્તમાં મોબાઈલ અને ટેબલેટ આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, આ વિશાળકાય યોજના હેઠળ અઢી કરોડ મોબાઈલ અને નેવું લાખ ટેબલેટ આપવામાં આવશે. જેની પાછળ અંદાજિત ખર્ચ 7860 કરોડ આંકવામાં આવ્યો છે. જેની વહેંચણી માટે ચાર વર્ષ જેટલો સમય લાગશે.
આ યોજના હેઠળ ટેબલેટ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં અભ્યાસ કરનારા ધોરણ 11 અને 12ના વિધાર્થીઓને માટે છે. જેમાં લિમિટેડ ટોકટાઈમ, એસએમએસ તેમજ ડેટા કનેક્શન સાથે આપવામાં આવશે. જ્યારે મોબાઈલ ફક્ત ગ્રામીણ વિસ્તારોમાં આપવામાં આવશે. જેમાં તેમને બે વર્ષ સુધી ફ્રી કનેક્શન આપવામાં આવશે. જે માટે અમુક નજીવી રકમ લેવામાં આવશે. તે ઉપરાંત દર મહિને અમુક સમયનો ટોક ટાઈમ, એસએમએસ અને ડેટા સુવિધા ફ્રી આપવામાં આવશે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com