મહેસાણામાં વિજાપુર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીક થતાં લાગેલી આગે તંત્રને દોડતું કરી દીધું હતું .જેમાં છ જેટલા કામદારો ફસાયા છે. જ્યારે દસ જેટલા કામદારોને હોસ્પિટલ સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યાં છે. ફસાયેલા કામદારોની બચવાની શક્યતા ઘણી નહીંવત હોવાનુ સુત્રો જણાવી રહ્યાં હતાં.
સાતમી સપ્ટેમ્બરે મહેસાણાના વીજાપુર ખાતે આવેલ મનન કોલ્ડ સ્ટોરેજ કંપની ખાતે ગેસ લીક થતાં ચારથી પાંચ લોકો ફસાયા છે. જ્યારે દસ લોકોને ગેસની અસર થતાં તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જોકે અનેક કલાકોની જહેમત બાદ પણ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી ન હતી. જેથી જેસીબી મશીન દ્રારા કોલ્ડ સ્ટોરેજની દિવાલ તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવાની ફરજ પડી હતી. જોકે મનાઈ રહ્યુ હતું કે આ ફસાયેલા કામદારોની બચવાની શક્યાતાઓ ઘણી ઓછી છે.

આ ઘટનાના જાણ થતાં જ ફાયરફાઈટરો ધટના સ્થળે પહોંચી ગયા હતા. તે સાથે આ ઘટનાના પગલે વિસ્તારને કોર્ડન કરી દેવાની ફરજ પડી હતી. આ ઉપરાંત પોલીસ અને અધિકારીઓનો કાફલો ખડેપગે ઉભો રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, સવારે અગિયાર વાગ્યાની આસાપાસ એમોનિયા ગેસ લીક થતાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી.