આ મેળામાં અંદાજે દોઢ લાખથી વધુ ભાવિકો આવે છે. જે માટે ખાસ સુરક્ષાનો બંદોબસ્ત પણ સ્થાનીય પ્રશાસન દ્રારા કરવામાં આવે છે. કોળીયાકના ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ભરાતો ભાદરવી અમાસનો મેળો ઐતિહાસિક અને શાસ્ત્રોક્તિ રીતે ઘણો મહત્વનો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહાભારતના યુદ્ધ
પછી પાંડવો અહીં કોળીયાકના દરિયામાં સ્નાન કરીને નિષ્કલંક થયા હતા. પાંડવો દ્વારા
સમુદ્રના કિનારે મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. લોકવાયકા અનુસાર ભાદરવી અમાસના
દિવસે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સમુદ્ર સ્નાન કરવાથી નિષ્કલંક થવાય છે. ઉલ્લેખનીય છે કે પાંડવ કાલિન કોળીયાકના ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના મંદિરે ગુરૂવારે ભાદરવી અમાસના દિવસે લાખો ભક્તો દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવશે. જેમાં ભાવનગર શહેરથી જ નહી પરંતુ ગુજરાતભરમાં લોકો દર્શને આવશે.
આ ઉપરાંત આ નિષ્કલંક મહાદેવ મંદિરની વાત કરીએ તો અહીં દર શુક્રવારે ભારે સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. તમે આ મંદિરની મુલાકાતા ચોવીસ કલાકમાં માત્ર વખત લઈ શકો છો. અહીં આરતી સવારે સાત વાગ્યે અને સાંજે સાડા છ વાગ્યે કરવામાં આવે છે. આ મંદિર સમુદ્રે કિનારેથી બે કિલોમીટર અંદર એક ટાપુની અંદર આવેલ છે અને ત્યાં કુલ પાચ શિવલિંગ છે.