ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સરકારી શાળાઓના વિધાર્થી ન બન્યાં શિક્ષક !!

દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી થાય છે. જે દિવસે શાળાની જવાબદારી વિધાર્થી પોતાના ભાગે લે છે. આ પ્રકારની ઉજવણી દરેક સરાકરી તેમજ ગેરસરકારી શાળાઓમાં થાય છે પરંતુ આ વર્ષે સરકારી શાળાઓના આચાર્ય મુંઝવણમાં મુકાઈ ગયા હતાં

આજે 5મી સપ્ટેમ્બર, ગુરૂવારે રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 125માં જન્મદિવસે તેમની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી  ગાંધીનગર ખાતેથી રાજ્યભરની શાળાઓના અંદાજે દોઢ કરોડથી વધારે વિધાર્થીઓ અને શિક્ષકો સાથે સેટેલાઈટ ટેક્નોલોજીથી શૈક્ષણિક વાર્તાલાપ કરે છે. જેને ધ્યાને રાખીને અગાઉથી રાજ્યભરની સરકારી શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવ્યો છે. આ દિવસે ગાંધીનગર ખાતે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ છે.

મળતી માહિતી મુજબ, સરકારી શાળાઓનો સમય બપોરનો હોય છે. પરંતુ ગાંધીનગર ખાતે શિક્ષક દિને યોજાતાં કાર્યક્રમને ધ્યાને રાખીને સરકારી શાળાઓના સમય સવારનો રાખવામાં આવ્યો છે. તદ્દઉપરાંત શિક્ષકોને ફરજીયાતપણ આ કાર્યક્રમ નિહાળવાનું અગાઉથી જ જણાવી દેવામાં આવ્યું છે. જેથી મોટાભાગની સરકારી શાળાઓના બાળકોમાં શિક્ષક બનવાની મજાનો આનંદ નાશ પામ્યો છે.

જોકે સરકારી શાળાઓના આચાર્ય જણાવી રહ્યાં છે કે શિક્ષક દિને સવારની શાળા હોવાથી સમયનો અભાવ છે ઉપરાતં ગાંધીનગરનો કાર્યક્રમ હોવાથી સમય મળવાની સંભાવના ઘણી નહિવત છે તેવી પરિસ્થિતિમાં શિક્ષકની દિનની ઉજવણી તે દિવસે કરવી અશક્ય બાબત છે. જેથી બીજા દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે તેવું અમે આયોજન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે  અવસરને ધ્યાને રાખીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષક દિને શિક્ષણ ક્ષેત્રને  ઉપયોગી ઘણી જાહેરાત કરે છે અને તે સાથે શ્રેષ્ઠ શિક્ષક તેમજ ઉત્તમ વિધાર્થીઓનું બહુમાન પણ થાય છે. ગત વર્ષે શિક્ષક દિને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજના પ્રહરી અને રક્ષક એવા ઉત્તમ 30 શિક્ષકોનું રાજ્ય પારિતોષિક અર્પણ કરીને સન્માન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં ઉત્તમ શિક્ષકના નિર્માણ અને ગૌરવની તેમજ પ્રત્યેક જિલ્લામાં બે સ્માર્ટસ્કુલ, એક ગ્રીનસ્કુલ અને એક સ્પોર્ટસ સ્કુલ મોડેલરૂપે સ્થાપવાની જાહેરાત કરી હતી.

બીજી તરફ પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષક દિન નિમિત્તે શાળા કેમ્પસની જવાબદારી શાળાના વિધાર્થીઓને આપી દેવામાં આવી છે. જેમાં પટ્ટાવાળાથી લઈને આચાર્ય સુધીની જવાબદારી શિક્ષક દિને વિધાર્થીઓ ઉઠાવી લે છે.  જોકે સરકારી શાળાઓના મોટા ભાગના શિક્ષકોને આ વાતે દુ:ખી છે પરંતુ આ તો સરકારી હુકમ છે જેથી ન ચાહે પણ પાલન કરવા તે મજબૂર બની ગયા છે. તો અન્ય સરકારી શાળાઓમાં વિધાર્થીઓ જવાબદારીને સમજે તેને ધ્યાને રાખીને બીજા દિવસે શિક્ષક દિનની ઉજવણી કરશે તેવી જાણકારી મળી રહી છે. 

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |