નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં
છે. જેની તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે. ગુજરાત સહિત ચરોતર પંથકમાં સતત પાંચ દિવસના
વરસાદ બાદ નવરાત્રિ આયોજકોને થોડી રાહત થવા પામી છે. હજૂ પણ વાદળછાયું વાતાવરણ
રહેવાથી આયોજકોમાં ચિંતા પ્રસરેલી જોવા મળી રહી છે.
સપ્ટેમ્બર મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં
વરસાદે ગુજરાતભરના દરેક નાના-મોટા શહેર અને ગ્રામીણ વિસ્તારોને પાણી પાણી કરી
દીધાં છે. હવે મોટાભાગે પાણી ઓસરી ગયું છે. પરંતુ તેમ છતાં વાદળછાયાં લોકોને અવઢવમાં
મૂકી દીધા છે. તેમાં ખાસ કરીને ગરબા રસિકો અને આયોજકો મુંઝવણમાં મૂકાઈ ગયા છે.
નાની મોટી શેરીઓ અને ખુલ્લા મેદાનમાં થતા ગરબાને વરસાદનું ગ્રહણ લાગી શકે તેવી
શક્યતાઓ વર્તાઈ રહી છે.
તેવી પરિસ્થિતિમાં આયોજકો દ્રારા સાઉન્ડ
સિસ્ટમને વરસાદ પડે ત્યારે કોઈ અસર ન થાય તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે .આ
ઉપરાંત ડેકોરેશનમાં પણ સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જોકે ગરબા રસિકોનો ઉત્સાહ
એટલો જ છે.
જોકે હવામાન વિભાગના મતે ત્રીજી ઓક્ટોમ્બર
સુધી 8મીમી થી 48મીમી વરસાદ થવાની શક્યતા જણાવી દેવામાં આવી છે.