ચારા કૌભાંડ મામલે આરજેડી અધ્યક્ષ અને
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર થતાં જનતા જનાર્દનમાં
ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે વિરોધીઓ માટે બિહારની રાજનીતિમાં એક
વિરોધી વધુ પાંજરે પુરાયો હોય તેમ સાબિત થયું છે.
17 વર્ષ જૂના
ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ દોષી સાબિત થવાની સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતા
દ્રારા નિવેદનો આપી રહ્યાં હતા. જેમાં બીજેપીએ આ ચુકાદોનું સ્વાગત કર્યું હતું.
જેમાં બીજેપી નેતા રાજીવ પ્રતાપ રૂડીએ આ નિર્ણયથી બિહારની પીડિત જનતા સાથે ન્યાય
થયો છે. જ્યારે બિહાર બીજેપીના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું નેતા લાલુ પ્રસાદ
યાદવ સજાને જ લાયક છે.
જ્યારે સીબીઆઈ
દ્રારા જણાવવામાં આવ્યું કે કાનૂને પોતાનું કામ કર્યું છે. અને સીબીઆઈ દ્રારા
કેસની સારી રીત પૈરવી કરવામાં આવી હતી.