દમણ ગંગા નદી પ્રદૂષણથી બચાવા માટે ગણેશ ઉત્સવ દરમ્યાન લોકો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કુત્રિમ પોન્ડમાં કરે તે હેતુથી વાપી ખાતે જીપીસીબી અને વીઆઈએ દ્રારા ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ આ કામીગીરી બદલ લોકોમાં અનેક શંકાઓ પેદા થઈ છે.
ગણેશ ઉત્સવ દરમ્યાન ઠેર ઠેર ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે
છે. આ મૂર્તિઓ મોટા ભાગે પીઓપીમાંથી બનાવમાં
આવે છે. જેથી પાણી પ્રદૂષિત થાય છે. જેથી હવે બજારોમાં ગણેશજીની માટીની મૂર્તિઓ મળે
છે. અને અમુક વર્ગ માટીના શ્રીગણેશની સ્થાપના કરવા પ્રેરાયો છે. પરંતુ જે લોકો
પીઓપી બનાવેલી મૂર્તિઓનું તળાવોમાં વિસર્જિત કરે છે તેની માટે જીપીસીબી અને વીઆઈએના સહયોગથી કુત્રિમ પોન્ડ જેવી સુવિધા ઉભી કરવામાં આવે
છે. જે લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
જીપીસીબી અને વીઆઈએ દ્રારા ઈન્કો
ફ્રેન્ડલી ગણેશ વિસર્જન માટે દમણ ગંગા નદીના
કિનારે તેમજ નદીના પટ આગળ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ તેનો લોકો ઉપયોગ
કરશે તે બાબતે અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે. આ બનાવેલા કુંડમાં પ્લાસ્ટીકથી
બનાવેલા છે. ચોરસ આકારમાં બે કુંડ બનાવામાં આવ્યાં છે. જેનો સાઈઝ ઘણી નાની છે. નદી
જેવી ખુલ્લી વિશાળકાય જગ્યાએ ગણેશજીનું વિસર્જન કરવા ટેવાયેલી પ્રજાને આ નાના
પ્લાસ્ટીકના કુંડ ઉપયોગી સાબિત થાય તેમ જણાતું નથી.
એક તરફ લોકો એમ કહી રહ્યાં છે કે દમણ ગંગા
નદીમાં બારેમાસ પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે ત્યારે જીપીસીબી કે વીઆઈએને પ્રદૂષણ
દેખાતું નથી પરંતુ જ્યારે ગણેશ ઉત્સવ આવે છે ત્યારે દમણ ગંગા નદીને લઈ પ્રદૂષણની ચિંતા
સતાવે છે. જોકે હવે જોવાનું તે રહેશે કે લોકો આ બનાવેલા કુત્રિમ પોન્ડમાં ગણેશજીની
મૂર્તિનું વિસર્જન કરશે કે પછી જીપીસીબી અને વીઆઈએની કામગીરી માત્ર દેખાડાની
કામગીરી બની રહેશે.