ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

વસો ગામનો ઉત્સાહ બેવડાયો

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા વસોને ગામને તાલુકાની મંજૂરી મળી જતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.


મળતી માહિતી મુજબ, નડિયાદ તાલુકામાં આવેલું વસો ગામ છેલ્લા ચાલીસ વર્ષથી વસો તાલુકાની માંગણી કરી રહ્યું હતું. પરંતુ તે બાબતે અનેક વખતે વિચારણ થઈ હતી પરંતુ તેનું  અમલીકરણ કરવામાં આવી રહ્યું ન હતું. જેથી વસો પ્રજાને હતાશ થયા હોય તેવા અનેક કિસ્સા ભુતકાળમાં બની જવા પામ્યા છે.

વર્ષ 2013ની ગણેશ ચતુર્થી વસો ગામ માટે ફળદાયી નીવડી છે. વર્ષોનો સંધર્ષે તેમને સફળતા આજે અપાવી છે. આજે રાજ્ય સરકાર તરફથી વસો ગામનો તાલુકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. સરકારી સમચાર મળતાની સાથે જ વસો ગામની ઉજવણી બમણી થઈ જવા પામી હતી. 


ગામના સરપંચ દિપકભાઈ દલવાડીના મતે આ દિવસ વસો ગામનો યાદગાર દિવસ છે .વસોના અગ્રણીઓ દ્રારા વર્ષો સુધી પેઢી દર પેઢી વસોને તાલુકા બનાવા માટેનો સંધર્ષ ચાલતો આવ્યો અને હવે સફળતા મળતા વસોવાસીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ જવા પામી છે.વસોના વેપારીઓના મતે આ વેપારીઓ માટ ઘણાં આનંદના સમાચાર છે. અને વેપારને ઘણો ફાયદો થશે.અમુક તાલુકા પ્રમાણે એજન્સીઓની ફાળવણી ધંધામાં થાય છે. હવે વસો તાલુકો બની જતાં મોટી મોટી કંપનીઓની એજન્સી અમને મળશે જે ફાયદાકારક છે.

છેલ્લા ઘણા દિવસથી વસોવાસી આ સારા સમાચારની રાહ જોઈને બેઠા હતા.પરંતુ આજે ગણેશ ચતુર્થીના દિવસે આ શુભ સમાચાર આવી જતાં લોકોએ ગણેશજીનો આભાર માન્યો હતો. અગ્રણી નેતા અને વસોની જનતાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.ઉજવણીના ભાગરૂપે ગામમાં આ સમાચાર વહેતા થવાની સાથે જ ફટાકડાં તેમજ વાગતે ગાજતે રેલી નીકળી હતી. જેમાં વસોજનો જોડાયા હતા. અને વાતાવરણ ઉલ્લાસમય બની જવા પામ્યું હતું.


ઉલ્લેખનીય છેકે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ વહીવટીતંત્રના લોકાભિમુખ વિકેન્‍દ્રીકરણની પહેલરૂપે આજે ગણેશચતુર્થીના પાવન પર્વે ગુજરાતમાં નવા ર૩ તાલુકાઓની રચનાની ઐતિહાસિક જાહેરાત કરી હતી.રાજ્ય સરકારના પ્રવકતા નાણા મંત્રી નીતિન પટેલ અને ઊર્જા મંત્રી સૌરભ પટેલે ગુજરાતની જનતાને નવા ર૩ તાલુકાની રચનારૂપે ગણેશચતુર્થીની અનોખી ભેટ આપનારા નરેન્‍દ્ર મોદીની આ જાહેરાતની વિશેષતાની ભૂમિકા આપી હતી. મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે કેબીનેટ સબકમિટીની ભલામણોના આધારે સૂચિત ર૩ તાલુકાઓની રચના કરવાની વિગતવાર દરખાસ્‍તો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરી હતી જેનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો છે.

નવરચિત તાલુકાઓની વિગત
ક્રમ
મૂળ તાલુકો
નવરચિત તાલુકો
ઉના
ગીર ગઢડા
જૂનાગઢ
જૂનાગઢ સીટી
ડીસાદિયોદરથરાદ
લાખણી
મહુવાગારીયાધારપાલીતાણા
જેસર
ચીખલી
ખેરગામ
સમી
શંખેશ્વર
પાટણ
સરસ્વતી
પારડી
વાપી
ડાંગ
વઘઇ
૧૦
ડાંગ
સુબીર
૧૧
કડીમહેસાણા
જોટાણા
૧૨
ઝઘડીયાવાલીયા
નેત્રંગ
૧૩
વાવ
સૂઇ ગામ
૧૪
ચોટીલામૂળીસાયલા
થાનગઢ
૧૫
બરવાળાધંધુકા
ધોલેરા
૧૬
જસદણ
વિંછીયા
૧૭
ઠાસરા
ગલતેશ્વર
૧૮
સંખેડાજેતપુર-પાવી
બોડેલી
૧૯
ખેડબ્રહ્મા
પોશીના
૨૦
ઝાલોદ
સંજેલી
૨૧
મહેસાણાવિજાપુરકડીવિસનગર અને માણસા
ગોઝારીયા
૨૨
માતરનડીયાદ
વસો
૨૩
સાવલી
ડેસર
  
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |