મંગળવારે રાજ્ય સરકારને પોતાનું દસ પાનાનું રાજીનામું ડી.જી વણઝારા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. જ્યાં ભાજપને આ રાજકીય ષડયંત્ર લાગી રહ્યું છે તો કોંગ્રેસ માટે મોદી પર પ્રહાર કરવાની સોનેરી તક છે. કારણે કે વણઝારાએ આ રાજીનામું નહીં પરંતુ એક મોદી શાહ વિરોધી પોલ ખોલ પત્ર લખ્યો છે.
આ પત્ર મીડીયમાં આવી જતાં રાત્રિ દરમ્યાન અનેક બાબતે તર્કો વિતર્કો થયાં. આજે બુધવારે રાજ્ય કેબિનેટે આ રાજીનામું નામંજૂર કર્યુ હોવાની માહિતી આવે છે. તો સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયને આ પત્ર હજુ સુધી મળ્યો નથી. જોકે રાજ્ય કેબિનેટના હાથે આ પત્ર આવે તે પહેલા જ તેને નામંજૂર કરી દેવામાં આવ્યો છે. અને જણાવ્યું છેકે આ બાબતે તપાસ થઈ રહી છે. આ ઉપરાંત જણાવ્યું છે કે સસ્પેન્ડડ અધિકારી ડી.જી વણઝારા રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી. સસ્પેન્ડેડ અધિકારી રાજીનામું ન હોઈ શકે .આ ઉપરાંત તેની નિવૃતની કોઈ સીમા હોતી નથી. આ ઉપરાંત તેને નિવૃત બાદના કોઈ લાભ પણ મળવાપાત્ર નથી.
ભાજપના અગ્રણી નેતાઓને લાગી રહ્યું છેકે આ બળવોનો ભડકો દિલ્હી ખાતેના 10 જનપથથી લગાવવામાં આવ્યો છે. કારણ કે મોદીને પ્રધાનમંત્રી પદના દાવેદાર તરીકે ટુંક સમયમાં જાહેર કરવાની રણિનીતિ પર ભાજપના અગ્રણી નેતા અને આરએસએસ કામ કરી રહ્યાં હતા. અને તે પ્રમાણે મોદીને વડાપ્રધાન પદના દાવેદાર ઓગષ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં મળનારી અત્તિમહત્વપૂર્ણ બેઠકમાં જાહેર થવાની તૈયારીમાં હતું. અને તે સમયે જ આ પ્રકારનો વિવાદ સર્જાતા અનેક શંકાઓ પેદા થાય છે. પોતાની વ્યથાને વર્ષો સુધી દબાવી રાખાનારા મોદી ભક્ત વણઝારાને અચાનક પોતાના ભગવાન સામે મેદાને ઉતરવાની ફરજ કેમ પડી તે બાબતે ભાજપા સાથે અનેક રાજકીય વિશેષજ્ઞો શંકા સેવી રહ્યાં છે.
મંગળવારે એક જ દિવસમાં બે મોદી વિરોધ સુરો ઉઠવા પામ્યાં છે. એક તો દિલ્હી ખાતે કોંગ્રેસ પોતાની જાતે જ કોઈ પત્રકારનું સ્ટીંગ ઓપરેશન લઈને આવ્યું અને લોકો સમક્ષ ઉજાગર કર્યું બીજો સુર પત્ર મારફતે ડી.જી વણઝારાનો ઉઠ્યો.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com