ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

પાકિસ્તાનમાં કેદ માછીમારોની વ્યથા

જ્યારે ખુંખાર  આતંકીઓ ભારતના હાથે ઝડપાય છે. જેનો સીધો સંબંધ પાકિસ્તાની આતંકીઓ સંગઠન સાથે  હોય છે. તેમ છતાં તેમની સાથે અમાનવીય અત્યાચાર થયો હોવાના આક્ષેપ થયા નથી. પરંતુ તેમનું વધારે પડતું ધ્યાન રાખવામાં આવે છે તે  બાબતે અનેક વખત ચર્ચાનો વિષયની દેશની રાજનીતિમાં બન્યો છે. આતંકી અઝમલ કસાબે મુંબઈમાં ખુની ખેલ ખેલ્યો હતો. તેમ છતાં તેને ન્યાયિક પ્રક્રિયા દ્રારા ફાંસી આપવામાં ઘણા વર્ષો વિત્તી ગયા અને તે દરમ્યાન કસાબને ખાવામાં બિરયાની આપવામાં છે તે વાતે ઘણો વિવાદ સર્જયો હતો. તેમ છતાં ભારતે ક્યારેય  અમાનવીય અત્યાચાર કર્યો હોવાના આક્ષેપ થયા નથી. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના માછીમારોને અકારણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. વર્ષો સુધી  ભયના ઓથાળ નીચે જીવ રહેલા ભારતીય માછીમારોની વ્યથા જાણો..

થોડા દિવસો અગાઉ પાકિસ્તાનથી જેલમાંથી છુટીને આવેલા ભારતીય માછીમારે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના માછીમારોને ભારતીય સીમા રેખામાં 22 કિલોમીટર અંદર સુધી પાકિસ્તાની મરીન નેવીના સૈનિકો આવીને લઈ ગયાં હતાં. તે  બોટના તમામ માણસોને બંદી બનાવી લીધા બાદ તે બાબતે અનેક વખત કોસ્ટગાર્ડ તેમજ ઈન્ડિયન નેવીને સંદેશો આપવામાં આવ્યો તેમ છતાં તે સમયે ત્યાં કોઈ ન આવ્યું  જેથી બોટના તમામ માછીમારોને મંદી બનાવી લેવામાં આવ્યાં, આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ભારતીય વાયુસેનાનું એક વિમાન ચક્કર મારીને રવાના થઈ ગયું હતું.

વતન પરત ફરેલા માછીમાર સંજયભાઈએ પોતાની વ્યથા જણાવતાં વધુ કહે છે.ત્યાર બાદ આ તમામ પકડાયેલા માછીમારોને પાકિસ્તાન મરીન નેવી દ્રારા બંદી બનાવીને લઈ જવામાં આવ્યાં ત્યાં 24 કલાક કસ્ટડીમાં રાખવામાં આવ્યાં ત્યાં થોડું પણ હલનચલન કરવાની મનાઈ હતી અને જો તે પ્રમાણે ભુલથી પણ થઈ જાય તો પોલીસકર્મીઓનો ઢોર માર ખાવો પડતો હતો. ત્યાર બાદ તેમને કરાંચી જેલમાં લઈ જવાયાં જ્યાં તેમને માંસ અને રોટી અપાયા. તેમને માત્ર એક જ દિવસ માટે ભોજન આપવામાં આવતું હતું. ત્યાંની જેલમાં ભારતના કેદીઓ માટે કોઈ પણ પ્રકારની માનવતા કે માણસાઈ દાખવવામાં આવતી નથી, પુરા દિવસ દરમ્યાન માત્ર છ રોટલી અને બટેટાનું શાક અપાય છે. જે આખો દિવસ દરમ્યાનનું ભોજન હોય છે.  તે ઉપરાંત મજૂરીકામ કરવાથી પેટનો ખાડો પુરાતો નથી. અને તે દરમ્યાન જો કોઈ બિમાર  થઈ જાય તો તેની કાળજી લેવામાં આવતી નથી.

એક કિસ્સો તેમણે જણાવ્યો જેમાં અપુરતા ખોરાકના કારણે કેદીઓ બેભાન થઈ જાય છે. એવી જ રીતે એક યુવક અપુરતા પોષણને કારણે ચક્કર આવી જતાં રાત્રિ દરમ્યાન બાથરૂમમાં પડી ગયો હતો. જેથી તેને માથાના ભાગે ભારે ઈજાઓ પહોંચી હતી. પરંતુ તેની સામાન્ય પાટાપીંડી કરીને પરત જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને તેનું બે દિવસ બાદ મોત નિપજ્યું હતું.  ત્યાર બાદ તેનો મૃતદેહ ભારતને સોંપી દેવામાં આવ્યો હતો.
Tejas Desai,Vapi, Reporter
All right reserved by : ચરોતરનો અવાજ |