વરસાદના લાંબા સમયના વિરામ બાદ મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો થયો છે. ગત વર્ષે ગુજરાતમાં મલેરિયાના નોંધાયેલા કેસમાંથી 66 ટકા મલેરિયાના કેસ અમદાવાદ શહેરમાંથી નોંધાયા હતા. જેથી અમદાવાદ શહેરમાં ઠેર ઠેર મલેરિયાના દર્દીઓ દેખાઈ રહ્યાં હતા. જેમાં હોસ્પિટલ ભરચક થઈ જવા પામી હતી. અમદાવાદ શહેરમાં મલેરિયા બહોળા પ્રમાણમાં કેવી રીતે ફેલાયેલો તેનો અભ્યાસ કરવા માટે હેલ્થ ડિપાર્ટમેન્ટને તજજ્ઞોની જરૂરિયાત ઉભી થઈ હતી.
ચાલુ વર્ષે અમદાવાદ શહેર ફરીથી ચર્ચામાં આવી ગયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરની પ્રમુખ બે કોલેજોમાં ડેંગ્યુના કેસો નોંધાય છે. અમદાવાદમાં આવેલગી જગવિખ્યાત આઈઆઈએમ (INDIAN INSTITUTE OF MANAGEMENT) ખાતે ડેંગ્યુના દસ કેસ નોંધાય છે. જ્યારે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનીંગ (NID)માં ડેંગ્યુના બે કેસ નોંધાય છે આ ઉપરાંત IIMAમાં બે મલેરિયા અને બે ફાલ્સીપેરમના કેસ નોંધાય છે.
ચાલુ વર્ષ 2013ના જુલાઈ અને ઓગષ્ટ મહિનાના 45 દિવસના સમયગાળામાં સિવિલ ખાતે ડેંગ્યુના 73 કેસ નોધાય હતા. જ્યારે 161 કેસ મલેરીયાના નોંધાયા હતા. ચોમાસાના પ્રારંભથી જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થઈ ગયો હતો.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com