નડિયાદ શહેરની
પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં ભણી રહેલા બાળકો કેટલા સુરક્ષિત છે તે બાબતે
વાલીઓમાં મોટો પ્રશ્નાર્થ બની ચુક્યો છે. બેકાળજીના કારણે નડિયાદમાં શાળાની પરબે પાણી પીવા ગયેલા બાળકે જીવ
ગુમાવ્યો.
બુધવારે બનેલી આ
ઘટનાએ નડિયાદના ગરીબ પરિવારનો ચિંતાતુર કરી દીધા છે. કારણે કે નડિયાદ નગરપાલિક હસ્તક સરકારી શાળા નં. 12માં એક માસૂમ તરસ્યાં બાળકે પોતાનો જીવ ગુમાવ્યો. જોકે આ બાબતે પોલીસ
તપાસ શરૂ થઈ છે. જોકે સંચાલકો અને પરિવારજનો તરફથી આવેલા નિવેદનો વિરોધાભાસી છે. આ
ઘટના બાદ સૌથી મોટો સવાલ તે પેદા થાય છેકે સરકારી શાળાઓમાં ગરીબ પરિવારનો બાળકો કેટલા
સુરક્ષિત છે.
નડિયાદમાં મજૂરી
કામ કરનારો ભીલ પરિવારના બાળકે છાંટીયાવાડ લીમડી
વિસ્તારમાં આવેલ શહેર સુધરાઈ
પ્રાથમિક શાળા નંબર 12 ખાતે ધોરણ 2માં અભ્યાસ કરતો તેમનો દિકરો ખોઈ દીધો છે. સાંજે શાળા છુટવાના સમયે
મૃતક બાળકને તરસ લાગતાં તે શાળાની પરબે પાણી પીવા ગયો અને કરંટ લાગી જવાથી મોત
થયું કે પછી પગ લપસી જતાં મોતને ભેટ્યો તે બાબતે સંચાલકો અને પરિવારજનોમાં મતભેદ
જોવા મળે છે.
વિધાર્થીઓના મતે
જ્યારે શાળા છુટી ત્યારે મૃતક બાળક પાણી પીવા ગયો હતો અને કરંટ લાગી જતાં આચકાં
સાથે પડી ગયો હતો અને જમીન પર દોઢ કલાક સુધી પડી રહ્યો હતો. પરંતુ તેની સમક્ષ કોઈએ
ધ્યાન આપ્યું ન હતું .અને અંતે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મૃત
જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સંચાલકો
જણાવી રહ્યાં છેકે બાળકનો પગ લપસી ગયો હતો અને તે કારણે મોતને ભેટ્યો છે.
વિધાર્થીઓનું
કરંટ બાબતે કહેવું છેકે પાણીની પરબ પાસે
કરંટ છેલ્લા પંદર દિવસથી આવે છે. જેની ખબર
શિક્ષકોને છે તેમ છતાં આ બાબતે કશું જ કરવામાં આવ્યું નથી. જોકે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને
આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com