.jpg)
સાતમી સપ્ટેમ્બરે સવારથી જ આરએસએસની મહત્વ બેઠક મળી છે. આ મહત્વની બેઠકમાં
વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને ચર્ચા વિચારણા થશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની ઘોષણા સત્વરે કરવામાં આવે જે
સર્વમાન્ય નિર્ણય હોય.
એક તરફ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ જલ્દીથી મોદીને પ્રધાનમત્રી પદના ઉમેદવાર તરીકે ઘોષણા થાય તેમ ઈચ્છી રહ્યાં છે તો બીજી તરફ આરએસએસ સર્વસંમતિથી ઘોષણા કરવાની ઈચ્છા ધરાવે છે જેથી સાતમી સપ્ટેમ્બરે આરએસએસની મુખ્ય બેઠક અને આઠમી સપ્ટેમ્બરે અન્ય સંગઠનો સાથે બેઠક કરશે. મોદીને લઈને અનેક વિરોધી અને સમર્થક આરએસએસના દરેક સંગઠનોમાં છે. જેથી આ ફેંસલો સર્વમાન્ય બને તે જરૂરી છે નહીં તો ચહેરા પાછળ ચહેરાની રાજનીતિના ખેલમાં પાસા ઉલટા પડી શકે તેમ છે. મોદી સામે કોઈ ખુલીને વિરોધ કરે તેવી શક્તિ અને પરિસ્થિતિ મોદી વિરોધી નેતાઓમાં નથી. જેથી ન ચાહે પણ મોદીનો સ્વીકાર કરવો તે મોદી વિરોધીઓની મજબૂરી છે તેમ છતાં અમુક વખતે વિરોધના સૂર કે તે પ્રકારનો વ્યવહાર દેખાઈ આવે છે. પરંતુ પાછળથી ઠીક કરી લેવામાં આવે છે. જેથી મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સર્વસંમતિ હોવા છતાં અમુક લોકોની ઈચ્છાશક્તિના દમે મોદીના નામની ઘોષણા અટવાયેલી છે. જેની માટે તેમની પાસે અનેક બહાના છે. આ બહાનેબાજ નેતા ત્યારે ખુલ્લા થયાં જ્યારે ડી.જી વણઝારાના રાજીનામા પત્ર મામલે સંસદમાં કોંગ્રેસે અન્ય પક્ષોએ હોબાળો કર્યો ત્યારે આ મોદી વિરોધી નેતાગણ ટોળકીએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો.
ઉલ્લેખનીય છેકે ગુજરાતના મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવે તે મોટાભાગ કાર્યકર્તાઓ
તેમજ સમર્થકો ઈચ્છી રહ્યાં છે. પરંતુ અનુભવી નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે પીએમ પદના
ઉમેદવારની ઘોષણા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી જ કરવામાં આવે જેમાં નેતા
સુષ્મા સ્વરાજ, અને એલ. કે અડવાણી અને તેમના સમર્થકોની ઈચ્છા ઘણી મહત્વનો ભાગ ભજવી
રહી છે. જે પ્રકારે દેશમાં કોંગ્રેસ વિરોધી અને મોદીમય વાતાવરણનું નિર્માણ થયું છે
ત્યારે મોટાભાગના લોકોને લાગે છે કે વડાપ્રધાન પદ માટે મોદીનું નામ જાહેર કરી
દેવાથી જુસ્સામાં અનેક ઘણો વધારો થશે. અને તે સાથે સમર્થકોમાં વધારો થશે. તો અગ્રણી
નેતાઓને લાગી રહ્યુ છે કે તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ વોટબેંક પર પડશે.
જોકે આરએસએસ હવે હિન્દુત્વના મુદ્દે
લોકસભામાં ઉતરવા માંગે છે. જ્યારે વિકાસ પુરૂષની છબી લઈને ફરી રહેલા મોદીએ ઈન્ટરનેશનલ
ઈન્ટરવ્યુંમાં પોતે હિન્દુ રાષ્ટ્રવાદી નેતા કહીને વિવાદ છેડી દીધો હતો. તો બીજી તરફ આરએસએસના અન્ય સંગઠનો પણ હિન્દુત્વ
પર ભાર મુક્યો છે અને હિન્દુઓને ધ્યાને રાખીને કામ કરનારો વ્યક્તિ જ પ્રધાનંત્રી
બને અને આ માંગણીમાં વીહિપ મુખ્ય છે.
આરએસએસના પ્રચારકોમાં પણ બે લોબી છે, જે
એક જુના જોગી છે જે અડવાણી તરફ વળેલા છે જ્યારે બીજા તાજા પ્રચારકો જે મોદીને
વળગેલા છે. જેથી આ દરેકને સાથે રાખીને નવી પેઢીમાંથી ચમકેલા મોદીને વડાપ્રધાન પદના
ઉમેદવાર તરીકે જાહેર કરવા સરળ નથી.
ભાજપાના અધ્યક્ષ રાજનાથ સિંહ મોદીને લઈને
ઘણાં પોઝેટીવ છે. તેમને મોદી જુવાળ પર ભરોસો છે. અને તેથી જ કદાચ સમર્થને ઉતરી
આવ્યાં છે. તો ભાજપની મુખ્યમંત્રી લોબીની નિયતમાં ઉતાર ચઢાવ આવતો રહે છે. મોદી બે ડગલાં આગળ જાય છે તો તેમને ચાર ડગલાં
પાછળ ધકેલી શકે તેવા લોકોની ભરમાર છે. એક તો વિરોધી પક્ષ કોંગ્રેસ ઈચ્છી રહ્યો નથી કે તેમની સામે ભાજપ તરફથી મોદી
લોકસભાની ચૂંટણી ચહેરો બને. કોંગ્રેસને ખુદ લાગી રહ્યું છે કે જે પ્રકારે ગુજરાતે યુવાનોને
તેમના તરફ આકર્ષીને જે મતદારોને આકર્ષયા હતાં તેવી જ રણનીતિથી કામ કરશે તો તેમની
માટે ભારે પડી શકે તેમ છે. તેથી જ જ્યારે મોદીન પીએમ પદના ઉમેદવાર તરીકે નામની
જાહેર થવાની શક્યતાઓ વધી જાય છે ત્યારે ત્યારે તે નિંદ્રામાંથી જાગી જાય છે. અને
એકસાથે વિરોધના સૂર ઉઠી જાય છે.
મોદી જે પ્રકારે ગુજરાતની પોતાની
વિશ્વાસપાત્ર ફોજ દિલ્હી લઈને ગયા છે તેના આધારે કહી શકાય કે મોદી ફૂંકી ફૂંકીને
પગ મુકી રહ્યાં છે. તેથી જ જ્યારે મોદી નકલી લાલ કિલ્લા પરથી સંબોધન કરવા
જઈ રહ્યાં છે ત્યારે ઉદ્ધવ ઠાકરે દ્રારા લખવામાં આવ્યું છે કે મોદીએ બાળકોને પ્રધાનમંત્રી
પદ માટે સમજાવી દીધાં. પરંતુ અન્ય નેતાઓની
કેવી રીતે સમજાવશે જે તેમના માર્ગેને રોકીને બેઠા છે.
સાતમી સપ્ટેમ્બર આરએસએસની બેઠક પૂર્ણ થયા
બાદ આઠમી સપ્ટેમ્બરે આરએસએસ તેમના અન્ય સંગઠનો સાથે બેઠક કરશે. જેમા વીહિપ સાથે
ચર્ચા વિચારણા મુખ્ય રહેશે.