પશ્ચિમ બંગાળના કોલક્તામાં આવેલી બી.સી રોય હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની છે.
આ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં અનેક નવજાત બાળકો મોતને ભેટ્યાં છે. મનાઈ
રહ્યું છે કે આ નવજાત બાળકો કૂપોષણનો શિકાર બન્યા છે.
મળતી માહિતી મુજબ, કોલક્તા ખાતે આવેલી બી.સી.રોય હોસ્પિટલમાં એક પછી એક છેલ્લા ચાર દિવસમાં 32
જેટલા નવજાત બાળકોની મોત નિપજ્યાં છે. નવજાત બાળકોના મોતને લઈને બંગાળની રાજનીતિમાં
ગરમાવો આવી ગયો છે. જોકે બી.સી રોય હોસ્પિટલમાં ચાર દિવસમાં 32 નવજાત બાળકોના મોત
બાદ સરકાર જાગી અને તંત્ર દ્રારા ત્રણ સભ્યોની કમિટી બનાવી દેવામાં આવી છે. જે આ
બાબતે તપાસ કરશે. જોકે મનાઈ રહ્યું છેક આ નવજાત બાળકોના મોત કૂપોષણના કારણે થયું
છે. છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલ પરિસરનું વાતાવરણ ગમગીન બની જવા પામ્યું છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com