મિલ્કેમેન તરીકે ઓળખ પામેલા સ્વર્ગીય
ડૉ.વર્ગીસ કુરિયનની પ્રથમ પુણ્યતિથિએ ભાવિ પેઢીને ધ્યાને રાખીને ડૉ. કુરિયનને
અનુલક્ષીને વેબસાઈટ લોંચ કરવામાં આવી છે.
આજના ટેક્નો યુગમાં યંગ જનરેશન પુસ્તક
વાંચવાનું વધારે પસંદ કરતા નથી. વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા અને નેટસર્ફિગનો
વપરાશ વધી જવા પામ્યો છે. નાની –મોટી માહિતી મેળવવા માટે યંગ જનરેશન ઈન્ટરનેટના
સહારે માહિતી મેળવી લે છે. જેથી પરિસ્થિતિ વર્તમાન સમયમાં બદલાઈ ગઈ છે. જેને
ધ્યાને રાખીને જીસીએમએમએફ દ્રારા સ્વર્ગીય ડૉ.વર્ગીસ કુરિયનનાં જીવન, સંઘર્ષ,
સફળતા અને સપનાંઓ અંગે માહિતગાર કરવા માટે
વેબસાઈટ લોંચ કરવામાં આવી છે.
ડૉ. કુરિયનના જીવનમાં યંગ જનરેશન પ્રેરણા
લઈ શકે તેવા અનેક પ્રેરણાદાયક પ્રસંગો છે. વિદેશમાં અભ્યાસ કરેલા યુવકે ગ્રામિણ ક્ષેત્રોની કાયાપલટ કરી તે
ગૌરવપૂર્ણ ગાથાની સંપૂર્ણ માહિતી મળી રહેશે. ઉલ્લેખીનય છેકે દસમી સપ્ટેમ્બર ડૉ.
વર્ગીસ કુરિયનની પ્રથમ પુણ્યતિથીના દિને આ વેબસાઈટ લોંચ થઈ છે. જે તમે http://www.drkurien.com/ ટાઈપ
કરીને જોઈ શકો છો.
ડો.કુરિયન અંગે જાણવા જેવું
ડૉ. વર્ગીસ કુરીયનને મન ધરતીનો છેડો આણંદ જ હતો. પોતાની વિશિષ્ટ કામગીરીથી ભારતમાં તો પંકાયા પણ દુનિયાના અનેક દેશોએ ડૉ. કુરીયનને પોતાને ત્યાં આવીને રહેવા, કામ કરવા આગ્રહપૂર્વક આમંત્રણ આપેલાં પણ સહુને પ્રેમપૂર્વક કહેલું કે કામગીરી સંદર્ભે પોતે આખી દુનિયામાં જવા- ફરવા તૈયાર છે પરંતુ અસલી ઘર- મુકામ તો આણંદ જ રહેશે. પોતાના પરિવારજનોને પણ એમણે કહેલું કે 'હું ગમે ત્યાં મરું, મારા અંતિમ સંસ્કાર તો કર્મભૂમિ આણંદમાં જ કરજો.'
બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે ડૉ. કુરીયન મૂળ કેરળના અને ધર્મે ખ્રિસ્તી હતા. પ્રસંગોચિત કેરળ જતા પણ પાછા આણંદ આવી જતા હતા. તેઓ પર્યાવરણને લઈ કેટલા સજાગ હતા તે કુટુંબીઓને વ્યક્ત કરેલી અંતિમ ઈચ્છાથી જાણી શકાય છે. તેમણે જણાવેલું કે મારા અંતિમ સંસ્કાર, પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે અને હિન્દુ પરંપરા મુજબ કરજો. એમની એ ઈચ્છાનુસાર કર્મભૂમિ આણંદના 'કૈલાસભૂમિ'માં ગેસ આધારિત સ્મશાનમાં અગ્નિદાહ અપાયો હતો.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com