આણંદ શહેરના સીપી કોલેજ પાછળ ડાહ્યાભાઈ પાર્કમાં સ્થાનિક યુવાનોએ વીસ દિવસની સખ્ત મહેનત બાદ જેમ્સ ચોકલેટની ગોળીથી ગણેશજી પ્રતિમા બનાવી છે. જેમાં ત્રીસ હજાર જેમ્સ ચોકલેટ ગોળીનો ઉપયોગ થયો છે. જેને જોવા માટે ભારે સંખ્યામાં ભાવિભક્તો આવી રહ્યાં છે.
બીજી તરફ આણંદ શહેરના ભગતસિંહ સ્ટેચ્યુ પાસે ગુરૂનાનક સોસાયટીમાં યુવક મંડળ દ્રારા બરાબર એક મહિનાની મહેનતથી સુકા મેવાથી કલાત્મક ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જેમાં ત્રીસ કિલો સુકો મેવો વપરાયો છે. વર્ષે આ મંડળ અલગ અલગ થીમ પર દાદાની પ્રતિમાઓ તૈયાર કરે છે.
Photo By Iqbal Saiyad, Reporter,Anand
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com