આજે શુક્રવારે નિર્ભયા ગેંગ રેપ મામલે ચાર
દોષીઓની સજાનું એલાન થવા જઈ રહ્યું છે તો બીજી તરફ વડોદરામાં શિક્ષકે પોતાની
મર્યાદા ઓળંગીને બાળકી સાથે છેડતી કરી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
ગુજરાતમાં કલાનગરી તરીકે ઓળખાતા શહેરમાં
ફરી એક શિક્ષકે ગુરૂ શિષ્યની મર્યાદાને ઓળંગીને પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી
સાથે છેડતી કરી હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. જોકે બાળકીની
ફરિયાદ લઈને પહોંચલા વાલીની ફરિયાદને શાળા
પ્રશાસને ધ્યાને ન લેતાં વાલીઓ રોષે ભરાયાં અને આરોપી શિક્ષકને શાળા પરિસરમાં જ
મેથીપાક આપ્યો.
તેરમી સપ્ટેમ્બરે, શુક્વારે વાઘોડીયા
વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ સ્કુલમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વાલીઓએ
શિક્ષકને ખુલ્લાઆમ મેથીપાક ચખાડવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ, પાંચમાં ધોરણમાં
અભ્યાસ કરી રહેલી એક બાળકી સાથે ગિરીશ નામનો શિક્ષક તેમની સાથે શારિરીક છેડતી કરી
રહ્યો હતો. જેની ફરિયાદ બાળકીએ પોતાના મા-બાપને કરી. જેથી વિફરેલા વાલી આજે શાળા
પ્રશાસને મળવા આવી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રજૂઆત કરી તેમ છતાં શાળા સંચાલકોએ
તેની દરકાર ન કરી. જેથી વિફરેલા વાલીઓ દ્રારા આરોપી શિક્ષકને છડેચોક શાળા પરિસરમાં
જ મેથીપાક ચખાડ્યો અને તુરંત આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
દીધી.
આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતાની સાથે જ
શાળા પ્રશાસનના રાગ બદલાઈ ગયા અને હવે તે આરોપી શિક્ષક સામે આરોપ સાબિત થશે ત્યારે
યોગ્ય કાર્યવાહી કરવા રાજી થયા છે. આ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com