નિર્ભયા રેંગ કેસ મામલે દોષીઓને ફાંસીની સજા મળે તેમ દેશવાસીઓ ઈચ્છી રહ્યાં હતા. અને આજે સાકેત કોર્ટે 13મી સપ્ટેમ્બરના રોજ ચારેય દોષીઓને ફાંસી સજા આપી દીધી છે.
જોકે બચાવ પક્ષના વકીલ જણાવી રહ્યાં છેકે આ કેસમાં રાજકીય દબાણની અસર હેઠળ ચુકાદો આવ્યો છે. જે અયોગ્ય છે. આરોપીઓને સુધરવાની તક આપવાની જરૂરિયાત હતી. આ પ્રકારે ફાંસી આપીને અન્યાય કરવામાં આવ્યો છે.
આ ફેંસલો આવ્યા બાદ પીડિતાના પરિવારજનો તેમજ દેશવાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. અને આ ચુકાદાની અસર આ પ્રકારની માનસિક વિકૃતિ ધરાવતા લોકો પર ભારે અસર કરશે તેમ જાણકારો માની રહ્યાં છે. સાકેત કોર્ટે આ ચુકાદો આપ્યો છે. એડીજી યોગેશ ખન્નાએ આ ચારેય દોષીઓને ફાંસીની સજા સંભળાવી છે.
જોકે ફરિયાદીના વકીલ જણાવ્યું હતું કે આ કેસ મામલે કોઈ રાજનૈતિક દબાણ ન હતું. યોગ્ય દલીલો અને પુરાવાના આધારે જ સજા આપવામાં આવી છે. અને આ પ્રકારના અપરાધીઓને આજીવન કેદ કે ફાંસી મળે કોઈ ફર્ક પડતો નથી.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ની રાતે 23 વર્ષની નિર્ભયા પર ગેંગ રેપ કરનારા 6 આરોપીઓ પૈકી એક કિશોર (અવયસ્ક) આરોપીને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા બળાત્કાર અને હત્યામાં દોષિત ઠર્યો હતો અને તેને ત્રણની સજા કરવામાં આવી હતી. જ્યારે એક આરોપીએ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.