સિનેમાઘર એક એવું સ્થળ છે જ્યાં દરેકે દરેક પોતાના મનોરંજન માટે જાય છે. ત્યાં નાના -મોટા ઝઘડા થાય તે સામાન્ય વાત છે પરંતુ તે ઝઘડો કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા સુધી પહોંચે તે કેટલું યોગ્ય કહેવાય. આણંદ શહેર નજીક આવેલ પ્રખ્યાત સિનેમાઘર ખાતે ઘટેલી એક ઘટનાએ પંથકવાસીઓને વિચારતા કરી દીધા છે. અને આજ પંથકનું કડવું સત્ય છે. જે મામલે તંત્રની કડક કાર્યવાહી જરૂરી છે.
આણંદની બોર્ડર પર આવેલી એસ.કે સીનેમામાં પીક્ચર જોવા ગયેલા ચાર યુવાનો ઉપર બેઝબોલ સ્ટીક સહિત ઘાતક હથિયારોથી હુમલો કરી એકની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે મંગળવારે રાત્રે ફરિયાદ થતાં પોલીસે ફરાર થઈ ગયેલા 6થી 7 આરોપીઓને ઉઠાવી લેવાની કાર્યવાહી આરંભી દીધી છે.
અમારા સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને તેમના બાતમીદાર દ્રારા સ્પષ્ટ્ર જાણકારી મળી ગઈ છે. જેના ફળસ્વરૂપ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મંગળવાર રાત્રે બે શખ્સોને ઉઠાવી લીધા હતા. અને અત્યારે પણ ધરપકડનો દોર ચાલુ છે. પોલીસને તમમ સાતેય હત્યારાઓના નામ મળી ગયા છે. જેમાથી એક કાઉન્સિલરના ભાઈનું નામ કઢાવવા માટે અત્યારે બરાબર ધમપછાડા ચાલી રહ્યાં છે. અને ચારેય બાજુ ફોન ગાજી રહ્યાં છે. જે હત્યારાઓ છે તે એકદમ કુખ્યાત છે. જેમાંથી એક શખ્સ 2002ના વર્ષમાં તોફાનો વખતે સ્ટેબીંગમાં હતો તેવું પણ મનાય રહ્યું છે. આ સિવાય અન્ય લોકો જે છે તેઓ પણ અગાઉ આ સ્થળે ઝઘડામાં સંડોવાયેલા છે. અને તેમણે પણ ભયંકર માર ખાધેલો છે. અત્યારે એલ.સી.બી પોલીસ આ લોકોને પકડવાના કામમાં લાગેલી છે. અને લગભગ સાંજ સુધીમાં તમામ સાતેય હત્યારા હાથમાં આવી જશે તેમ લાગી રહ્યું છે.ઝુબેર મોબાઈલવાળો ગઈકાલે મંગળવારે હાજર થઈ ગયો છે. એવી વાત ચાલી રહી છે. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર રાત્રે પોલીસે તેને ઉઠાવી લીધો હતો.
કેવી રીતે ઝઘડાની શરૂઆત થઈ
આણંદની વિધા ડેરી રોડ ઉપર આવેલા મંગલનગર ખાતે રહેતો ધવલ ઉર્ફે મોન્ટુ રમણભાઈ સુતરીયા જ નોકરી કરે છે. ગઈ કાલે રાત્રિના સુમારે તે પોતાના મિત્ર અંકુર વિનોદભાઈ પટેલ , હાર્દિક અશોકભાઈ પટેલ તથા સુરેશ ઉર્ફે લાલો, દિલીપભાઈ ગોહેલ સાથે રાત્રિના શો દરમ્યાન ચાલી રહેલું સત્યાગ્રહ પીક્ચર જોવા માટે ગયા હતાં. જ્યાં ચાલુ પીક્ચરે આગળની સીટો ઉપર બેઠેલા કેટલાક યુવાનો સાથે સીટીઓ મારવા તેમજ બૂમો પાડવા બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં ગાળાગાળી અને ઝપાઝપી પણ થઈ હતી. ત્યારબાદ ઈન્ટરવલ પડતાં ચારેય મિત્રો બહાર નીકળી ગયા હતા.અને પીક્ચર ચાલુ થઈ ગયું હોવા છતાં ટોકિઝમાં પાર્કીગમાં ઉભા ઉભા વાતો કરતા હતા વામાં સાડા બાર વાગ્યાના સુમારે બાઈકો ઉપર 6થી 7 જેટલા યુવાનો ડંડાઓ લઈને હુમલો કર્યો હતો. અને આ ચારેય મિત્રો કાંઈપણ સમજે તે પહેલાં તો તેમની પર તુટી પડ્યાં હતાં. અંકુરને માથામાં બેઝ સ્ટીકના ફટકા મારી દેતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જ્યારે ધવલ ઉર્ફે મોન્ટુને ડાબા પગે તથા સાથળ ઉપર લાકડાના તથા બેઝ સ્ટીકના ફટકા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મુકેશ ઉર્ફે લાલાને પણ હાથે તથા પગે બેઝ સ્ટીકના ફટકા લાગતાં તેને પણ ઈજાઓ થવા પામી છે. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને તુરંત જ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં મોડી સાંજે અંકુરનું મોત થયું હતું.
હકીકત શું છે.
નવી સદીના પ્રારંભે આણંદ શહરેરને એસ કે સિનેમા નામનું સારું સિનેમાઘર મળ્યું હતું. લોકો દૂર હોવા છતાં તેની સુવિધાથી ખુશ હતા પરંતુ કમનીસીબી 2004થી શરૂ થઈ હતી. ધીમે ધીમે આ ટોકીઝમાં મુસ્લિમ ટપોરીઓથી આવન જાવન વધી અને છાશવારે નાના મોટા ઝઘડા થવા લાગ્યા જેના ફળસ્વરૂપે વર્ષ 2006માં અલ્પેશ ચાકાએ કેટલાક મુસ્લિમ ટપોરીઓને ઢોર માર માર્યો હતો. અવાર નવાર એસ.કે સિનેમા ખાતે નાના મોટા ઝઘડાના બનવો બનતા હોય છે. ગઈ કાલે મંગળવારની રાત્રિએ સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલા ઝગડાએ એક યુવકનો ભોગ લીધો છે.