એક તરફ ખુંખાર આતંકી યાસીન ભટકલ ત્રીસ જેટલા આતંકી દેશભરમાં પથરાયેલા છે.જે ગમે ત્યારે દેશમાં 100 જેટલી આતંકી હુમલાઓને અંજામ આપવાની ક્ષમતા ધરાવે છે તે પ્રકારના ખુલાસાઓ કરી રહ્યો છે. તેવાં જ સમયે આજે મુંબઈ ખાતે એક બસમાં બોમ મુકાયો હોવાની અફવાએ તંત્રને દોડતું કરી દીધું હતું.
મુંબઈ ખાતે આજે બપોરે એક વાગ્યાની આસાપાસ
બેસ્ટની બસમાં બિનવારસી હાલતમાં બેગ મળી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. મુંબઈ ખાતે રિઝર્વ બેંકની બિલ્ડીંગની સામે
બેસ્ટની બસ નંબર 130માં બિનવારસી હાલતામાં
બેગ પડી હતી. જેને ધ્યાને લઈને જાણ કરવામાં આવી હતી. આ બેગની ચકાસણી કરવા માટે બોમ્બ નિરોધક ટીમને
બોલાવામાં આવી હતી. જોકે જેમાં તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે આ એક અફવા સાબિત તઈ હતી.