ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

મુંબઈમાં ઓટો- ટેક્સી ચાલકો બન્યાં ખબરી

મુંબઈ શહેરમાં જે પ્રકારે યુવતીઓ સાથે  વારંવાર બળાત્કારીની ફરિયાદો  ઉઠી રહી છે. તેને ધ્યાને રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસે સજાગતા દાખવતા જનતાના સહારે ચોવીસ કલાકનું  નેટવર્ક સક્રિય કરવાનો પ્રયાસ કર્યો છે. 

મુંબઈ દેશનું આર્થિક દ્રષ્ટ્રિએ અતિમહત્વનું શહેર છે. અલગ અલગ ભાષા, સંસ્કૃતિને સાથે લઈને ચોવીસ કલાક ધમધમતાં આ શહેરમાં યુવતીઓ સાથે બળાત્કાર અને છેડછાડના બનાવો બનતા રહે છે. પરંતુ આ બનાવો બને તે પહેલા અટકાવી શકાય તે હેતુથી મુંબઈ ટ્રાફિક પોલીસે પોતાની સાથે ટેક્સી  અને  ઓટો ડ્રાઈવરને લીધા છે. અને તેમને કોઈ પણ જગ્યાએ શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો તુરંત જ મુંબઈ પોલીસને જાણ કરી દેવી.

મુંબઈ શહેરમાં દિવસ અને રાત  ઓટો અને ટેક્સી ડ્રાઈવરો મુંબઈ શહેરના ખુણે ખુણે ફરતા હોય છે. અને જો આ નેટવર્કનો સાથ સહકાર મુંબઈ પોલીસને મળી જાય તો ગુનાહ થાય તે પહેલા અટકાવામાં ઘણી સફળતા મળી શકે તેમ છે. જે ધ્યાને રાખીને મુંબઈ પોલીસ ઓટો અને ટેક્સી ડ્રાઈવરોને પોલીસને મદદ કરવાની અપીલ કરી છે.

જોકે ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માને છેકે આ પોલીસની સારી પહેલ છે. અને આવકાર્ય છે. અને તે માટે ઓટો અને ટેક્સી ડ્રાઈવરોએ તૈયારી બતાવી છે. 

યુવતીઓ સાથે છેડતી કે બળાત્કારની ઘટનાઓ વર્મતાન સમયમાં દરેક નાના-મોટા શહેરો માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. સમાજમાં મહિલાઓનું યોગદાન વધી જવા પામ્યું છે. જેથી ઘરની બહાર પણ તેને સુરક્ષાનો એહસાસ થાય તેવું વાતાવરણ આપવું તે તંત્રની ફરજ  છે. અને તે માટે આ પ્રકારના નેટવર્કની મદદથી જો સુરક્ષાના તાર વધારે મજબૂત થાય તો તે દિશામાં કામ થવું જોઈએ.

All right reserved by : ચરોતરનો અવાજ |