
વડોદરા સ્થિત
નિઝામપુરા, ગોરવા, ગદાપુરા, ગોત્રી, ન્યુ અલકાપુરી અને કારેલીબાગ સહીત અનેક જગ્યાએ આવકવેરા ખાતું કાર્યરત છે. જેથી બિલ્ડરો
બેબાકળા બની ગયા છે. ઉલ્લેખનીય છેકે વર્ષ 2010માં જ્યારે દરોડા પડ્યાં હતા ત્યારે
એક જ મોભાદાર વ્યક્તિને ત્યાંથી 60 કરોડ
રૂપિયા જેટલું કાળું નાણું મળી આવ્યું હતું. આ વખતે સર્ચ ઓપરેશનના પહેલા જ દિવસે
એક બિલ્ડરને ત્યાંથી આઈટી વિભાગને બે કિલોના વજનવાળી સોનાની ઈંટ મળી હતી.જેથી આઈટી
વિભાગને ખાત્રી હતી આ વખતે વડોદરામાંથી કરોડોનું બેહીસાબી બ્લેક મની મળી
આવશે.વર્તમાન સમયમાં આ આંક 142 કરોડ સુધી પહોંચી ગયો છે. અને મનાઈ રહ્યું છેકે આ
આંક 200 કરોડને પણ વટાવી શકે તેમ છે. હજુ પણ બેંક લોકર સીલ કરાયેલ છે જેની તપાસ
કરવાની બાકી છે અને તેમાંથી પણ બેહિસાબી કરોડોનું બ્લેક મની મળી આવે તેવી શક્યતાઓ
વર્તાઈ રહી છે. ગુજરાતમાં પહેલી વખત આઈટી વિભાગને સર્ચ ઓપરેશન દરમ્યાન કરોડો
રૂપિયાની કરચોરી હાથે લાગી છે.